તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેમ કરી ભુલાય:ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે નડિયાદમાં ઇન્દુચાચાની પ્રતિમાને ફુલહાર કરાયા

નડિયાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ તથા અન્ય સંસ્થાઓના આગેવાનોએ ઇન્દુલાલ યાજ્ઞિકને શ્રધ્ધાંજલિ પાઠવી

આજથી બરાબર 61 વર્ષ પહેલાં ગુજરાત દ્વિવભાષી રાજ્યમાંથી અલગ થયું અને તેને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. આ વખતે પ્રચંડ ચળવળ ચલાવનાર મહાગુજરાત આંદોલનના ઇન્દુલાલ યાજ્ઞિકને આજના દિવસે કેમ કરી ભુલાય. નડિયાદના વતની એવા ઉધમી કાર્યકર ઇન્દુલાલ યાજ્ઞિકને આજે ગુજરાતના સ્થાપના દિને નડિયાદની સેવાકીય સંસ્થાઓ દ્વારા ફુલહાર કરાયા છે.

પહેલી મે 1960ના રોજ ગુજરાત મહારાષ્ટ્રમાંથી અલગ પડ્યું હતું. જેને આજે 61 વર્ષ વીતી ચૂક્યા છે. જેમના થકી આજે ગુજરાત ઉભુ છે તેવા ઇન્દુલાલ યાજ્ઞિકે તે સમયે ગુજરાત માટે સિંહફાળો આપ્યો છે. તેમણે ગુજરાતની પ્રજા માટે અલગ રાજ્યના નિર્માણ માટે મહાગુજરાત આંદોલન ચલાવ્યું હતું. જેને વેગવંતું ઇન્દુલાલ યાજ્ઞિકે કર્યું હતું અને આ આંદોલનના પ્રણેતા એવા મુક સેવક રવિશંકર મહારાજ હતા. આ પ્રચંડ આંદોલનમાં કેટલાય લોકોના જીવ હોમાયા હતા. જે બાદ ગુજરાત રાજ્યને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો હતો.

આજે ગુજરાતના સ્થાપના દિને નડિયાદની સેવાકીય સંસ્થાઓએ આ તબક્કે ખાસ ઇન્દુલાલ યાજ્ઞિકને યાદ કર્યા છે. શહેરના સંતરામ મંદિર પાસે આવેલ ઇન્દુચાચાની પ્રતિમાને નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ તથા અન્ય સંસ્થાઓના આગેવાનોએ ફુલહાર કર્યા છે. આ પ્રસંગે નાગરિક સમિતિના પ્રમુખ નરેન્દ્ર નકુમ, મનુ રાઠોડ, અંબુ રાઠોડ, ઘનશ્યામ કા. પટેલ તથા અન્ય સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો