દોઢ વર્ષથી કોરોનાના કપરા સમયમાં શાળાઓ બંધ થતા ઓનલાઈન શિક્ષણના યુગમાં બાળકો અને શાળા વચ્ચેનું તાદમ્ય છૂટી ગયું છે. આવી સ્થિતિ વચ્ચે પ્રાથમીક શાળાના બાળકોને ઘર બેઠા શિક્ષણ આપવાનો શિક્ષણ વિભાગે નવો અભિગમ અપનાવતા શાળાઓમાં ઓનલાઈન આપવા જતા શિક્ષકો સવારે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા શેરીઓમાં પહોંચતા શેરી-ગલીઓમાં ઠેર-ઠેર સ્થળોએ હવે શિક્ષકો-બાળકોને શિક્ષણ આપતા હોવાના દ્રશ્યો નજરે ચડી રહ્યા છે.
સરકારની ડિઝિટલ હોમ લર્નિંગ વ્યવસ્થામાં મદદરૂપ થવા માટે નાનકડો પ્રયાસ કરાયો છે. તેમજ લોકડાઉનમાં જે બાળકોના ઘરે મોબાઇલ, ટેબલેટ, લેપટોપ જેવા ડીઝીટલ સાધનો નથી તેવા વિદ્યાર્થીઓ માટે ગળતેશ્વર તાલુકાના સણાદરા ગામની પ્રા.શાળાના શિક્ષક સરકારી ગાઇડલાઇનું પાલન કરી વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ શિક્ષણ પીરસી રહ્યા છે. જેમાં ધોરણ પ્રમાણે મુખ્ય વિષયનું જ્ઞાન તથા તેના પૂરક મટીરીયલની વ્યવસ્થા પણ તદન મફત કરવામાં આવી છે.
કોરોનાના સમયમાં શિક્ષકો દ્રારા માઇક્રોસોફ્ટ ટીમ તેમજ જ્ઞાનકુંજ સોસાયટી દ્રારા બાળકોને નિયમિત અને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે વિડીયો પ્રોજેક્ટ તેમજ સ્માર્ટ ટીવી દ્રારા બાળકોને શિક્ષણ પુરૂ પાડવામાં આવે છે. અહીંયા આજુબાજુના ગામના બાળકો મળીને કુલ 100 થી 150 બાળકોને આ પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષણ આપવામા આવી રહ્યું છે.
શાળાના શિક્ષક મોહસીન આઇ.મલેકે જણાવ્યું હતુ કે, આ મહામારીમાં શાળાઓ બંધ છે પરંતુ શિક્ષણ નહી. અમે ઓનલાઇન લેવલે અને શેરી શિક્ષણ લેવલે ઘણું સારૂ કાર્ય કર્યું છે. જેમાં ઓનલાઇનમાં સરકારે માઇક્રોસોફ્ટ ટીમ દ્રારા ભણાવવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે સરકાર દ્રારા આપવામાં આવેલ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ જેની સાથે માઇક્રોસોફ્ટ ટીમ જોડી ઓનલાઇન શિક્ષણની શરૂઆત કરી હતી. જેની સાથે સાથે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અમે શિક્ષકોને તાલીમ પણ આપી છે.
ગળતેશ્વર તાલુકાના બાળકોને પણ આ પ્રોજેક્ટ દ્રારા જ ઘણું ખરૂ શિક્ષણ આપી અભ્યાસક્રમ પુરો પાડ્યો છે. સાથે સાથે કોરોના મહામારીમાં જેમાં 15 જેટલા શિક્ષકોને પણ ઓફલાઇન તાલીમ આપવામાં આવી હતી. 9 શિક્ષકો દ્રારા 4 ગામના બાળકોને વીડિયો પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષણ આપવામાં આવે છે. જેમાં વાડદ ગામના 50 બાળકો, જરગાલ ગામના 3, ટીમલી ગામમાં 40 બાળકો, ગોપાલપુરા ગામના 10 બાળકોનો સમાવેશ થાય છે. વિધાર્થીઓને શિક્ષણ સાથે-સાથે ઓનલાઇન એક્ટીવીટી તેમજ દિન વિશેષ પ્રવ્રુતિ બાળકોના મનોરંજન માટે કરાવવામાં આવે છે.
સણાદરા પ્રા.શાળાના શિક્ષકો તેમજ વિધાર્થીઓ દ્રારા કોરોના મહામારીમાં જિલ્લા કક્ષાએ ઇનોવેશનમાં પણ સ્કુલની પસંદગી થઇ હતી. ઉપરાંત કોરોના આપણા શરીરમાં કઇ રીતે પહોંચે છે અને કઇ રીતે આપણા શરીરને નુકસાન કરે છે તેનો વિજ્ઞાન પ્રોજેક્ટ પણ શિક્ષકો અને બાળકોએ બનાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.