દારૂની હેરાફેરી:ઠાસરા-સેવાલીયા રોડ પરથી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો, ચાલક ફરાર

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

સમગ્ર ખેડા જિલ્લામાં દારૂની બદીઓ મોટાપ્રમાણમાં ફુલીફાલી છે. તો બીજી બાજુ બુટલેગરો પણ બેખોફ બની દારૂની હેરાફેરી કરી રહ્યાં છે. ઠાસરા-સેવાલીયા રોડ પરથી સ્થાનિક પોલીસે પીછો કરેલી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. જોકે આ બનાવમાં કાર ચાલક નાસી છુટવામાં સફળ થયો છે. પોલીસે ઈંગ્લિશ દારૂનો જથ્થો સહિત કાર મળી કુલ રૂપિયા બે લાખ 31 હજાર 680નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ચાલકે પોતાની કાર અટકાવી ખેતરના રસ્તે ફરાર થઈ ગયો

ઠાસરા પોલીસ ગતરાત્રે સરકારી વાહન મારફતે પોતાના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન બાધરપુરા ફાટક પાસે પહોંચતા સેવાલીયા તરફથી આવતી ઈકો કાર ફુલ સ્પિડમાં નીકળી હતી. પોલીસને શંકા જતાં તે ગાડીનો પીછો કર્યો હતો. ઠાસરા-સેવાલીયા રોડ પર થોડે આગળ આવેલી એક હોટલની પાસે ઉપરોક્ત કાર ચાલકે પોતાની કાર અટકાવી ખેતરાડું રસ્તે ફરાર થઈ ગયો હતો.

દારૂનો જથ્થો ગળતેશ્વરના માલવણ ગામે રહેતો રાકેશને હતો

પોલીસ ત્યાં પહોંચી તપાસ આદરતાં ગાડીની પાછળની સીટ પરથી જુદા જુદા માર્કાની વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. તેથી પોલીસે પંચોને બોલાવી ગણતરી કરતાં કુલ રૂપિયા 31 હજાર 680નો દારૂ મળી આવ્યો હતો. સાથે ગુનામાં વપરાયેલી કાર મળી કુલ રૂપિયા 2 લાખ 31 હજાર 680નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો ગળતેશ્વરના માલવણ ગામે રહેતો રાકેશ પ્રવિણ પરમારનો છે. અને તે પોતે ગાડી ચલવીને જતો હોવાનું પર્દાફાશ થયો છે. જેથી પોલીસે આ આરોપીની શોધખોળ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...