તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:નડિયાદ RTO કચેરીમાં વાહનોને લગતી હાલની સીરિઝનું રી-ઓકશન 20 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે

નડિયાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પસંદગી નંબર પ્લેટ મેળવવા અરજદારોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની રહેશે

અવનવા ક્રેઝ વધતાં વાહનોના નંબર પ્લેટ પર પસંદગી નંબર મેળવવા માટે નડિયાદ RTO કચેરીમાં વાહનોને લગતી હાલની સીરિઝનું રી-ઓકશનનની કામગીરી કરવામાં આવનાર છે.

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડીઆદ દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, નડિયાદની કચેરીમાં ટુ-વ્હીલર, ફોર વ્હીલર (નોન ટ્રાન્સપોર્ટ), તેમજ થ્રી વ્હીલર (ટ્રાન્સપોર્ટ) વાહનોને લગતી હાલની સીરિઝનું રી-ઓકશન ટુ-વ્હીલર જી.જે.07. ઇ.એફ (EF), ફોર વ્હીલર જી.જે.07. ડી.ઈ (DE) તથાં થ્રી વ્હીલર જી.જે.07. ટી.વી. (TV) નું 20 સપ્ટેમ્બરથી રી-ઓકશન શરૂ કરવામાં આવનાર છે. પસંદગી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનોનું http://parivahan.gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી રી-ઓકશનમાં ભાગ લઈ શકશે. જે માટે અરજદારોએ નીચે દર્શાવેલ પ્રક્રિયા તેમજ સૂચના મુજબ કામગીરી કરવાની રહેશે.

અરજદારે parivahan.gov.in વેબસાઇટ પર જવું, વેબસાઇટમાં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવી. ત્યારબાદ fancy number booking પર ક્લિક કરવી. જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવવું. આઈ.ડી.બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવું. પસંદગીનો નંબર સિલેક્ટ કરી દર્શાવેલી ઓછાંમાં ઓછી ફી ભરી દેવી. ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલેકે હરાજીમાં ભાગ લેવો. હરાજીમાં નંબર મેળવ્યા બાદ 5 દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી. હરાજીની રકમ ભર્યા બાદ RTOમાંથી એપ્રૂઅલ લઈ નંબર લઈ લેવો.

વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે. નવી સીરિઝના ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે 20 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ 23 સપ્ટેમ્બરના સાંજના 6:10 કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થશે. આથી 24 સપ્ટેમ્બરના રોજ કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે. વાહનનું રજીસ્ટ્રેશન કારાવેલુ હોવું જરૂરી છે. વાહન વેચાણ તારીખથી 7 દિવસની અંદર સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે. સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહી તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...