તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્ત અને ભગવાનનો મેળાપ:ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર અને વડતાલમાં પૂનમના દિવસે ભક્તોનો અવિરત પ્રવાહ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
યાત્રાધામ ડાકોર અને વડતાલમાં પૂનમે દર્શન કરવા ભક્તો ઉમટ્યા - Divya Bhaskar
યાત્રાધામ ડાકોર અને વડતાલમાં પૂનમે દર્શન કરવા ભક્તો ઉમટ્યા
  • કોરોનાના લાંબા ગ્રહણ બાદ પૂનમ ભરવા લોકો ઉમટ્યા
  • મંદિર પ્રશાસન દ્વારા કોરોનાની ગાઈડ લાઈનનું ચૂસ્ત પણે પાલન કરવામાં આવ્યું

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર અને વડતાલમાં પૂનમ ભરવા લોકો ઉમટી પડ્યા છે. કોરોનાના લાંબા ગ્રહણ બાદ આજે પૂનમે ભક્તો અને ભગવાનનો મેળાપ થયો છે. પૂનમ ભરવા દૂર દૂરથી આવેલા ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી છે. તો આ સાથે ભગવાનને પણ સુંદર વાઘાથી શુસોભીત કરવામાં આવ્યા છે. ડાકોર અને વડતાલ ધામમાં આજે દિવસ દરમિયાન ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો છે.

વડતાલ
વડતાલ

વડતાલ ખાતે પૂનમ ભરવા ઠેકઠેકાણેથી હરીભક્તો આવ્યા

ખેડા જિલ્લાના સૌથી મોટા બે ધર્મસ્થાનો વડતાલ અને ડાકોરમાં જેઠ સુદ પૂનમે હજારો ભાવિકો ઉમટી પડ્યા છે. પૂનમ ભરવા ભક્તોએ મંદિરના પ્રાંગણમાં જય ઘોષ લગાવતા વાતાવરણ પહેલાની માફક ગૂંજી ઊઠ્યું છે. કોરોના કાળમાં ભક્તો અત્યાર સુધી ઘરેથી રહી ઓનલાઇન દર્શન કરી પૂનમ ભરતાં હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ખાતે પૂનમ ભરવા ઠેકઠેકાણેથી હરીભક્તો આવ્યા હતા. લાંબા સમય બાદ ભક્તોને દર્શનનો મોકો મળતાં ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ડાકોર
ડાકોર

જેઠ સુદની આ પૂર્ણિમાને કેસર સ્નાનની પૂનમ પણ કહેવાય

ડાકોર મંદિરમાં દર્શન ખુલ્યા બાદ પ્રથમ પૂર્ણિમાના દર્શનનો લાભ ભક્તોને મળ્યો છે. સવારે મંગળા આરતી બાદ સવાશેર કેસર આમળા, અરીઠા ચંદનના મિશ્રિત જળથી ઠાકોરજીને સ્નાન કરાયું છે. વર્ષમાં એક વખત સવાશેર કેસર તથા અન્ય સુગંધિત દ્રવ્યથી સ્નાન કરાવાય છે. જેઠ સુદની આ પૂર્ણિમાને કેસર સ્નાનની પૂનમ પણ કહેવાય છે. સરકારની કોરોના અંગેની ગાઇડ લાઇનનું ચૂસ્ત પણે મંદિર પ્રશાસન અને પોલીસ તંત્રએ પાલન કરાવડાવ્યું છે. દર્શનાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી ધન્યતા મેળવી છે. ડાકોર અને વડતાલમાં પૂનમ ભરવા ગુજરાતના ખુણે ખૂણેથી ભાવિક ભક્તો ઉમટી પડતાં મંદિર પરિસર જય ઘોષથી ગૂંજી ઊઠ્યું છે.

નાયબ મુખ્યમંત્રીએ સહપરિવાર રણછોડજીના દર્શને કરી ધ્વજા ચઢાવી
યાત્રાધામ ડાકોરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરિવાર સાથે જ્યેષ્ઠ પૂનમ નિમિત્તે મંદિરમાં દર્શન કર્યા છે. સાથે સાથે ડાકોરના ઠાકોરજીના દર્શન કરી ધજા ચઢાવી ધન્યતા મેળવી છે. આ સમયે જય રણછોડ માખણ ચોરના નાદ સાથે વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશ અને વિશ્વ કોરોનાથી મુક્ત બને તેવી પ્રાર્થના રાજાધિરાજને કરાઈ છે. સાથે સાથે વરસાદની શરૂઆત છે ત્યારે ખેડા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સારો વરસાદ પડે અને ખેડૂતોને પાકમાં સફળતા મળે તેવી પ્રાર્થના કરાઈ છે. વધુમાં તેમણે રથયાત્રાને લઈને જણાવ્યું હતું કે પરિસ્થિતિ અને સંજોગો અનુસાર સરકાર નિર્ણય લેશે. જ્યારે થોડા દિવસો પહેલા જ ગાંધીનગરથી ડાકોરમાં બ્રીજનું વર્ચ્યુઅલી ખાતમૂર્હુત કરાયું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે આ બ્રીજ બનતાં ટ્રાફિકનો જે પ્રશ્ન છે તે હલ થશે.

અન્ય સમાચારો પણ છે...