તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:ખેડા જિલ્લામાં આજે કોરોનાના 33 કેસો નોંધાયા, વડતાલ મંદિરના 75 સંતો અને પાર્ષદોને રસી અપાઈ

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નડિયાદમાં સૌથી વધુ 15 કેસ, ઠાસરામાં 8, ગળતેશ્વરમાં 5 કેસ નોંધાયા

ખેડા જિલ્લામાં દિવસે ને દિવસે સ્થિતિ વણસી રહી છે. કોરોનાના ભરડામાં સમગ્ર જિલ્લો આવી ચૂક્યો છે. રોજ ભરોજ સરેરાશ એવરેજ કરતાં આજે આ આંકડો વધ્યો છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લો કોરોનાના વ્યાપક ભરડામાં લપેટાતો જાય છે. ગત રોજ 27 કેસો નોંધાયા હતા જ્યારે આજે વધુ 33 કેસો નોંધાયા છે. એક બાજુ હોળી પર્વની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ તહેવારમાં ભીડ એકઠી થતાં કોરોનાનું જોખમ તોડાઈ રહ્યું છે. તો બીજી બાજુ દિવસેને દિવસે કોરોનાના કેસો સમગ્ર જિલ્લામાં વધ્યા છે. આજે આવેલા કેસોની જો વાત કરવામાં આવે તો નડિયાદમાં સૌથી વધુ 15 કેસ, બીજા નંબરે ઠાસરામાં 8, ગળતેશ્વરમાં 5, કઠલાલમાં 1, માતરમાં 1, મહુધામાં 1 અને વસોમાં 1 કેસ નોંધાયા છે. રોજ ભરોજ સરેરાશ એવરેજ કરતાં આજે આ રેસયો વધતાં તંત્ર અવઢવમાં મુકાયું છે.

વડતાલ મંદિરના 75 સંતો અને પાર્ષદોને કૉરોના વેક્સિન આપવામાં આવી

વલેટવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ મેડીકલ ઓફીસર ડૉ.ભાવેશ રાણાએ વડતાલ મંદિરમાં આવી 45થી વધુ વયના 75 સંતોને બીજા રાઉન્ડમાં વેક્સિનનો પ્રથમ ડૉઝ આપ્યો હતો. કોવીડ-19 વેક્સિન લગાવવા માટે કોઠારી ડૉ.સંત સ્વામીએ ખાસ વ્યવસ્થા ઊભી કરી હતી જ્યારે રાકેશભગત સહાયરુપ થયા હતા. રસીકરણ વેળાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી.આર.સુથાર ખાસ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો