તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં કોરોનાના પાંચ કેસ આવ્યા, એક્ટિવ કેસોની સંખ્યા 34 થઇ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 150 સેશનમાં યોજાયેલા રસીકરણ અભિયાનમાં 10,712 લોકોને રસી અપાઈ

ખેડા જિલ્લામાં કોરોનાના કહેરમાં સતત ઘટાડો નોંધાયો છે. દૈનિક કેસોની વાત કરવામાં આવે તો ગતરોજ એકપણ કેસ નહોતો નોંધાયો. જ્યારે આજે પાંચ કેસો સામે આવતાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 34 પહોંચી છે.

નડિયાદમાં આજે ચાર કેસ સામે આવ્યા

જિલ્લામાં આજે જે નવા કેસ નોંધાયા તેમાં નડિયાદ 4 અને મહેમદાવાદમાંથી 1 કેસ મળી આવ્યો છે. જે સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 10399 એ પહોંચી ચૂક્યો છે. આજે સમગ્ર જિલ્લામાં કુલ 831 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 148135 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં 136905 લોકોના નેગેટિવ અને 10399 લોકોના પોઝિટિવ નોંધાયા છે. ત્યારે 831 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે. જિલ્લામાં આજે 150 સેશનમાં યોજાયેલા રસીકરણ અભિયાનમાં 10,712 લોકોને રસી અપાઈ છે. જે સાથે અત્યાર સુધી સમગ્ર જિલ્લામાંથી 7,10028 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...