તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નડિયાદ નજીકથી કાળા બજારમાં વેચવા જતો સસ્તા અનાજની દુકાનનો જથ્થો પકડાયો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓએ બોલેરો પીકપ ગાડીમાં લઈ જવાતા સસ્તા અનાજના પુરવઠાને પકડી પાડ્યો

નડિયાદ તાલુકાના મહોળેલ નજીકથી ગ્રામ્ય મામલતદાર કચેરીના અધિકારીઓએ બોલેરો પીકઅપ ગાડીમાં લઈ જવાતા સસ્તા અનાજના પુરવઠાને પકડી પાડ્યો છે. પકડાયેલા ચાલકે આ જથ્થો ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જતો હતો એ બાબતે કોઈ સંતોષકારક જવાબ ન આપતાં હાલમાં અધિકારીઓએ આ પુરવઠો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અનાજના કાળા બજાર થતાં હોવાની શક્યતાઓ તેજ બની

ગરીબોને આપવામાં આવતું અનાજના કાળા બજાર થતાં હોવાની શક્યતાઓ તેજ બની છે. ત્યારે અધિકારીઓ મૂળ સુધી જઇ જવાબદાર લોકો સામે કાયદાકીય પગલાં ભરે તેવી જોરદાર માંગ ઉઠવા પામી છે. નડિયાદ ગ્રામ્ય મામલતદાર રાઠોડની સીધી દોરવણી હેઠળ પુરવઠા વિભાગના નાયબ મામલતદાર મહેરીયાએ તેમની ટીમ સાથે મળેલી બાતમીના આધારે નડિયાદ તાલુકાના મહોળેલ પાસે વોચ ગોઠવતા એક બોલેરો પીકપ ગાડી નંબર જીજે 7 વાય ઝેડ 0556 આવતાં તેને રોકી તલાસી લેતાં તેમાંથી 45 કટ્ટા ઘઉં તેમજ ત્રણ કટ્ટા ચોખાના મળી આવ્યા છે.

અધિકારીઓએ આ જથ્થો સીલ કર્યો હોવાનું તંત્રએ જણાવ્યું

અધિકારીઓની તપાસમાં સસ્તા અનાજની દુકાનનું અનાજ હોવાનું સામે આવ્યું છે. અને તે ગરીબોને વિતરણ કરવાનું અનાજ હોય તથા અનાજ ક્યાં જતુ હતુ તે પ્રશ્ન મહત્વનો છે. જેમાં અધિકારીઓએ ગાડીના ચાલક રધુભાઈ બાબુભાઈ ભીલ ઉર્ફે અશોકભાઈ રહે. કનીપુરા નાકા નડિયાદની પૂછપરછ કરતા રધુએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી અધિકારીઓએ આ જથ્થો સીલ કર્યો હોવાનું તંત્રએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...