તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહસ્ય:વસોના પલાણાની કેનાલમાંથી નડિયાદની યુવતીનો મૃતદેહ મળી આવતાં ચકચાર, આત્મહત્યા કે આકસ્મિક મોત?

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વસો પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી

ખેડા જિલ્લાના વસો પંથકના પલાણામાંથી પસાર થતી કેનાલમાં નડિયાદની યુવતીનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. વસો પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી દીધી છે. જોકે, આ બનાવ આત્મહત્યા કે આકસ્મિક મોતનો છે તે પોલીસ તપાસનો વિષય છે.

વસો તાલુકાના પલાણા ગામની સીમમાંથી પસાર થતી કેનાલના પાણીમાં રવિવારે એક આશાસ્પદ યુવતીનો મૃતદેહ તણાઈ આવ્યો હતો. વહેલી સવારે 8 વાગ્યા પહેલાં આ મૃતદેહ અહીંયા તણાઈ આવ્યો હતો. સ્થાનિકોએ આ અંગે વસો પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ સ્થાનિક તરવૈયાઓની મદદ મેળવી આ યુવતીના મૃતદેહને બહાર કાઢ્યો હતો. જે બાદ નડિયાદની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

બીજી બાજુ આ યુવતીના વાલી શોધખોળ કરતાં હોસ્પિટલમાં પહોંચ્યા અને ત્યાં હાજર પોલીસે ઓળખ વીધી કરાવતાં આ મૃતદેહ તેની દીકરીનો હોવાનું ખુલ્યું હતું. પોલીસની તપાસમાં નડિયાદના ખારાકુવાના અતુલભાઇ પટેલ મૃતક યુવતીના પિતા હોવાનું સામે આવ્યું છે.

આ યુવતી પોતે કોલેજમાં અભ્યાસ કરતી હતી. પોલીસે મૃતકના વાલી વારસોના નિવેદનો લેવાની કામગીરી આરંભી છે. આ અંગે પ્રાથમિક તબક્કે પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી દીધી છે. જોકે, આ બનાવ આત્મહત્યાનો છે કે આકસ્મિક મોતનો છે તે તો પોલીસ તપાસનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...