પાણીમાં તરતો મૃતદેહ મળ્યો:કપડવંજના આતરસુંબા પાસેની નર્મદાની કેનાલમાં અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ચકચાર

નડિયાદ16 દિવસ પહેલા
  • બનાવ સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થયા, ઘટનાથી પોલીસ તંત્ર અજાણ

ખેડા જિલ્લામાં આકસ્મિક મૃત્યુની ઘટના અને આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. આ વચ્ચે આજે કપડવંજના આતરસુંબા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક યુવતી જેવી દેખાતી વ્યક્તિનો મૃતદેહ પાણીમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.

આતરસુંબા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં રવિવારની બપોરે એક અજાણી યુવતીનો મૃતદેહ પાણીમાં તરતો દેખાતા કૂતૂહલતા જોવા મળી હતી. જેના પગલે અહીંયાથી પસાર થતાં વાહનચાલકો વાહનો પાર્ક કરી અહીંયા જોવા માટે ટોળે વળ્યા હતા.

બીજી બાજુ સ્થાનિક પોલીસને આ અંગે કોઈ જાણકારી નહોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સ્થાનિક હદ ધરાવતાં પોલીસ મથકે સંપર્ક સાંધતા કોઈ આ અંગે જાહેરાત દાખલ થઈ નહી હોવાનું પીએસોએ જણાવ્યું છે. જ્યારે આતરસુંબા પોલીસના પોસઈનો સંપર્ક સાંધતા તેમણે આ અંગે તપાસ કરવા માણસોને મોકલ્યા હોવાનું જણાવ્યું છે.

આ ઘટનામાં યુવતીની ઓળખ સહિતની પ્રક્રિયા પોલીસને જાણ થયા બાદ માલૂમ પડશે. ઉલ્લેખનીય છે કે આ બનાવને 3 થી 4 કલાક જેટલો સમય થયો હોવા છતાં પણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી નહોવાથી લોકોએ પોલીસ તંત્ર પર રોષ ઠાલવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...