તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રણય ત્રિકોણે ભોગ લીધો?:ઠાસરાના વિઠ્ઠલપુરા ગામની સીમના ખેતરમાંથી શખ્સનો મૃતદેહ મળી આવ્યો, પ્રણય ત્રિકોણ પ્રેમમાં અપરણિત શખ્સની હત્યા કરાયાની આશંકા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠાસરા પોલીસ અને ખેડા એલ.સી.બી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

ખેડા જિલ્લાના ઠાસરા પંથકના ગ્રામ્ય વિસ્તારમાંથી શખ્સનો મૃતદેહ મળી આવતા ભારે સનસનાટી મચી જવા પામી છે. ખેતરની વચ્ચો વચ્ચ મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરતાં પ્રણય ત્રિકોણ પ્રેમનો ચોંકાવનાર ખુલાસો થયો છે. જેથી આ બાબતે હત્યા કરાઈ હોવાની પુરેપુરી શક્યતા પોલીસે દર્શાવી છે. પ્રાથમિક તબક્કે પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

ઠાસરા તાલુકાના વિઠ્ઠલપુરા ગામે રહેતા 42 વર્ષિય લાલાભાઈ રઈજીભાઈ પરમાર પોતે ખેતીકામ કરી ગુજરાન ચલાવતા હતા. શનિવારે વહેલી સવારે તેમનો મૃતદેહ ગામની સીમમાં આવેલ નાસાભાઈ શનાભાઈના ખેતરમાંથી મળી આવ્યો હતો. જેની જાણ ઠાસરા પોલીસ અને ખેડા એલ.સી.બી ને કરતાં પોલીસનો કાફલો બનાવ સ્થળે પહોંચી પંચનામું કર્યું છે. જે બાદ મૃતકની બહેન પુનીબેન દિનેશભાઈ પરમાર (રહે. મીયાપુરા, અલીણા,તા. મહુધા)ની જાણના આધારે પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

પ્રાથમિક તબક્કે હત્યા થઈ હોવાનું પોલીસને જણાંતા તે દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી દીધી છે. જેમાં પ્રણય ત્રિકોણ પ્રેમનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જે કારણોસર આ મૃતકની હત્યા થઈ હોવાની પ્રબળ શક્યતા પોલીસે દર્શાવી છે. આ અંગે ઠાસરા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કે. આર. દરજીનો સંપર્ક સાંધતાં તેમણે જણાવ્યું છે કે હાલ અપમૃત્યુની નોંધ કરવામાં આવી છે. પરંતુ તપાસ કરતાં પ્રણય ત્રિકોણ પ્રેમ બહાર આવતાં હત્યાની પુરેપુરી શક્યતા રહેલી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મૃતક લાલાભાઈ પરમાર પોતે અપરણિત છે અને આ બનાવમાં એક શકમંદની પુછતાછ કરવામાં આવી રહી છે. આમ પુરેપુરી ઘટનામાં હત્યા હોવાની પ્રબળ આશંકા પોલીસે દર્શાવી છે.

પ્રેમસંબંધમાં હત્યા કરાઈ હોવાની આશંકા

આ સમગ્ર મામલે ગ્રામજનોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ લાલાભાઈને ગામની જ એક વિધવા મહિલા સાથે પ્રેમસબંધમાં હતા. વિધવાના જીવનમાં નવો પ્રેમી આવ્યો હતો. જેની સાથે લાલાભાઈને તકરાર થઈ હોવાથી વિધવાના નવા પતિએ રીસ રાખી લાલાભાઈની હત્યા કરી છે. ત્યારે આ નવો પ્રેમી કોણ છે? અને હત્યા કોણે કરી છે? તેમજ કયા કારણથી હત્યા કરી છે? તે તમામ સવાલો પોલીસ ફરીયાદ નોંધાયા બાદ તપાસ દરમિયાન જાણવા મળે તેવી શક્યતાઓ છે.

જો કે, મોડી સાંજ સુધી પોલીસ ચોપડે સત્તાવાર કોઈ ફરીયાદ નોંધી નથી. ફરીયાદ નોંધાયા બાદ જ ઘટનાનું સત્ય ઉજાગર થશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. પોલીસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. સાથે- સાથે મરનાર યુવકના સંપર્કમાં છેલ્લે કોણ- કોણ હતું તે અંગેની તપાસ હાથ ધરી છે. તેમજ ઘરના સભ્યોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે ગામમાં ચાલતી ચર્ચાઓને આધારે પણ તે દિશામાં પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...