તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • On The Occasion Of The 125th Birth Anniversary Of National Shire Zaverchand Meghani, Kheda District Became Glorious In The Color Program Of Kasumbi.

ઉજવણી:રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિના ઉત્સવ પ્રસંગે કસુંબીના રંગ કાર્યક્રમાં ખેડા જિલ્લો મેઘાણીમય બન્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતી સાહિત્યએ વિશ્વના સિમાડા ઓળંગ્યા છે: જાગુતિબેન પંડ્યા
  • નડિયાદની શારદા મંદિર સ્કૂલમાં પણ રાષ્ટ્રીય શાયરના જન્મ દિવસની ઉજવણી કરાઈ

આજે સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિની ઉજવણી થઇ છે. રાજયના રમત-ગમત અને યુવા સાંસ્ક્રુતિક પ્રવુતિ વિભાગ દ્રારા તમામ જિલ્લાઓમાં આ અંગેના કાર્યક્રમો યોજાયા છે. રાષ્ટ્રીય શાયર તરીકે સમગ્ર વિશ્વ જેમને ઓળખે છે એવા મૂર્ધન્ય સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની આજે 125મી જન્મજયંતિ છે. સૈકાથી મેઘાણીજીના સાહિત્યની લોકપ્રિયતા અણનમ રહી છે અને આજે પણ મેઘાણીજીનું સાહિત્ય એટલી જ લોકચાહના ધરાવે છે. તેઓએ નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઇતિહાસ, પ્રવાસ-વર્ણન તેમજ સંશોધિત-સંપાદિત લોકસાહિત્ય, વિવેચન,લોકકથા અને લોકગીત જેવા વિવિધ વિષયોના આશરે 88 જેટલાં પુસ્તકોનું લેખન કર્યું, પ્રગટ થયા અને ખૂબ જ આવકાર પામ્યા હતાં.

લોકસાહિત્યના સંશોધન કાર્ય માટે તેઓને સર્વ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ત્યારે આઝાદીના અમુત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આ આખુ વર્ષ ગુજરાત સરકારે મેઘાણીમય તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સવાસોમી જન્મ જયંતિની ઉજવણી થઇ રહી છે ત્યારે ખેડા જિલ્લો પણ મેઘાણીમય બન્યો હતો.

નડિયાદ સ્થિત ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટી અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્મ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્શન જાગુતિબેન પંડ્યા ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન પર આધારિત એક ટૂંકી ફિલ્‍મનું નિદર્શન કરવામાં આવ્‍યું હતું. જેને ઉપસ્‍થિત સૌ મહાનુભાવોએ રસપૂર્વક નિહાળી હતી. ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે સર્વે મહેમાનોનું સ્વાગત પ્રવચન કર્યું હતુ. દેસાઇ યુનિવર્સિટી અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કસુંબીના રંગ ઉત્સવ પ્રસંગે જાગુતિબેન પંડ્યાએ જણાવ્યુ હતુ કે, આપણે જે ભુ્મિ પર છીએ તેનું ગૌરવ આપણા શ્વવાસોશ્વાસમાં હોવું જોઇએ. રાજ્ય સરકારે સંસ્કુતિનુ જતન કરવા આયોજન કર્યું છે. આપણી સંસ્ક્રુતિ રસભર છે અને આપણી સંસ્ક્રુતિ આપણને જીવન જીવવાનો હેતુ શીખવે છે.

મેઘાણીના નામ પર આપણને ગુજરાતી હોવાનો તેમજ પોતિકાપણાનો અનુભવ થાય છે. મેઘાણીના લોકગીતો નિરસ લોકોના જીવનમાં પ્રાણ પુરે છે. ઝવેરચંદ મેધાણીની કથાઓ આજે પણ આપણી વચ્ચે જીવંત છે. એમના શબ્દો, જિભ, વાણીથી તેઓ વર્ષો બાદ પણ આપણી વચ્ચે જીવંત છે. તેમણે શબ્દોથી લોકોનું હ્રદય જીત્યું. તેઓએ આજની પેઢીને ખાસ સંદેશ આપતા કહ્યું કે, પુસ્તક વાંચન આપણને આપણી જીવનયાત્રા સરળ બનાવવામાં મદદ કરે છે. આજની જનરેશન ટેક્નોલોજીની સાથે સાથે આપણા દેશના નરબંકાઓની જીવનયાત્રા તેમજ આત્મકથા જેવા પુસ્તકો વાંચવા જોઇએ જેમણે આપણી સંસ્કુતિને જીવંત રાખી છે. આપણે ગર્વ લીધા જેવી વાત છે કે, કલમની કલા થી ઝવેરચંદ મેઘાણીજીએ ગુજરાતી સાહિત્યને વિશ્વના સિમાડા ઓળંગાવ્યા છે.

આ પ્રસંગે મુખ્ય મહેમાન અને મહાનુભાવોના હસ્તે જિલ્‍લા-તાલુકાના ગ્રંથાલયોના ગ્રંથપાલોને રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુસ્‍તકો મેઘાણી કોર્નરના હેતુસર અર્પણ કરવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમમાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, જિલ્‍લા વિકાસ અધિકારી મેહુલ દવે, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીના રજિસ્‍ટ્રાર, પ્રાંત અધિકારી એમ. કે પ્રજાપતી, તાલુકા પંચાયતના પ્રમુખ સંજય મહિડા, જિલ્‍લા રમતગમત અધિકારી અક્ષય મકવાણા તેમજ પ્રાધ્‍યાપકો, અને વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.

નડિયાદ સ્થિત શારદા મંદિર શાળામાં પણ રાષ્ટ્રીય શાયરની જન્મ જયંતિની ઉજવણી કરાઈ

અનુપમ મિશન સંલગ્ન શારદા મંદિર અનિતાબેન દેવાંગભાઈ પટેલ (ઇપ્કોવાળા)ડે સ્કૂલ, નડિયાદ ખાતે શનિવારે ઝવેરચંદ મેઘાણીની સવાસોમી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. જેમાં શાળાના શિક્ષક રામસિંહ ચૌહાણે ઝવેરચંદ મેઘાણી વિશે સુંદર પરિચય આપ્યો હતો. આ ઉપરાંત દિલીપ સોલંકીએ લોકગીતોમાં મેઘાણી વિશે ખૂબ સુંદર વાત કરી હતી. તેમજ રાજ્યકક્ષાએ યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં તૃતીયક્રમ મેળવનાર શાળાની વિદ્યાર્થિની સરૈયા કૃતિએ ‘મારી દૃષ્ટિએ મેઘાણી’ વિશે ખૂબ સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું. શાળાના શિક્ષક જશવંત પંચાલ અને શાળાના આચાર્ય રાહગીર પટેલે મેઘાણીના વિવિધ લોકગીતોની સુંદર રજૂઆત કરી હતી. આ પ્રસંગે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સુનિલ પંડ્યાએ તેમજ આચાર્ય એ મેઘાણીજીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...