તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્રતની સાથે સેવા:નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ગૌરીવ્રતની ઉજાણી, બાળાઓને ખાંઉ વિતરણ કરવામાં આવ્યું

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગૌરીવ્રત નિમિત્તે સવારે બાળાઓ પૂજા કરી પાંચ દિવસ સુધી ઉપવાસ કરશે. - Divya Bhaskar
ગૌરીવ્રત નિમિત્તે સવારે બાળાઓ પૂજા કરી પાંચ દિવસ સુધી ઉપવાસ કરશે.
  • કુવારીકાઓ પાંચ દિવસ સુધી ઉપવાસ રાખી આ વ્રતની ઉજવણી કરે છે
  • ગૌરીવ્રત નિમિત્તે સામાજિક સંસ્થાઓએ બાળાઓને ખાંઉનું વિતરણ કર્યું

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ગૌરીવ્રત પર્વનો ગતરોજથી પ્રારંભ થયો છે. આ વ્રતમાં કુવારીકાઓ પાંચ દિવસ સુધી ઉપવાસ રાખે છે અને મીઠા વગરનો આહાર આરોગે છે. ગૌરીવ્રત પાછળ માતા પાર્વતી અને ભગવાન શંકરની કથા જોડાયેલી છે. માતા પાર્વતીએ મહાદેવજીને પામવા કઠોર તપ કર્યું હતું આથી કુવારીકાઓ જો આ વ્રત કરે તો તેઓને ભાવિનો મનગમતો ભરથાર પ્રાપ્ત થતો હોવાની માન્યતા છે, આ વ્રતમાં કુવારીકાઓ દ્વારા જવારાનું પણ પૂજન અર્ચન કરવામાં આવે છે.

પૂજા કરતી બાળા
પૂજા કરતી બાળા

ગતરોજથી કુંવારિકાઓ શિવાલયમાં પહોંચી હતી અને પૂજન અર્ચન કરી ભોળા શંભુને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે અમૂક બાળાઓએ કોરોનાના કારણે ઘરે રહીને પૂજા કરી હતી. જવારાનું પૂજન કરી પુરેપુરો દિવસ ઉપવાસ રાખે છે. નડિયાદમાં સંતરામ શીશુ વાટીકા અને ગુજરાતી માધ્યમમાં ગૌરીવ્રતની ઉજવણી કરવામાં આવી છે.

બાંધકામ સાઈટ પર આદિવાસી દિકરીઓને ગૌરીવ્રત નિમિત્તે સુકામેવાની કીટ અર્પણ કરાઈ
બાંધકામ સાઈટ પર આદિવાસી દિકરીઓને ગૌરીવ્રત નિમિત્તે સુકામેવાની કીટ અર્પણ કરાઈ

બાંધકામ સાઈટ પર કામ કરતાં આદિવાસી સમાજના લોકોની દિકરીઓને ખાંઉ આપવામાં આવ્યું
વસો તાલુકાના રૂણ ગામે કાર્યરત વિશ્વ જ્યોત ટ્રસ્ટ દ્વારા વસો અને રૂણ પંથકમાં આવેલ આશરે 4 જેટલી બાંધકામ સાઈટ પર ફરીને અહીંયા કામ કરતા આદિવાસી સમાજની બાળાઓને ખાંઉ આપવામાં આવ્યું છે. લગભગ 21 જેટલી દીકરીઓને આ ખાંઉની કીટ આપવામાં આવી હતી. જેમાં કોપરુ, વેફર, રેવડી, સિંગદાણા, સાકરીયા, ખારેકની કીટ બનાવવામાં આવી અને બાળાઓને આપવામાં આવી છે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અને સંચાલક હરિભાઈ પટેલ, મંત્રી જયરામ પટેલ ખાસ હાજર રહ્યા હતા.

વિસામો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ખાંઉ વિનામૂલ્યે આપવામાં આવ્યુ છે.
વિસામો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ખાંઉ વિનામૂલ્યે આપવામાં આવ્યુ છે.

ગરીબ પરીવારની 151 દિકરીઓને સુકોમેવો અને પુજાપો અપાયો
આ સિવાય વિસામો સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ વસો દ્રારા વસો તાલુકાના રામપુર, ગંગાપુર, રામોલ, રૂણ, પીજ અને વસો સહિત જરૂરીયાતમંદ પરીવારોની કુલ 151 દિકરીઓને ગૌરીવ્રત નિમિત્તે સુકામેવો અને પુજાપો ઘરે જઈને અપાયો છે. આ સેવાકીય પ્રવૃતિ દરમિયાન અનેક લોકોએ સહયોગ કર્યો, જેને પરિણામે આ મોંઘવારીમાં જરૂરિયાતમંદ પરીવારોને ઘણો લાભ થયો છે તેમ સંસ્થાના રાકેશ પંચાલ જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...