તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:નડિયાદમાં નર્સીંગના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • એસઆરપીમાંથી નિવૃત્ત થયેલા પિતાએ કંધોતર ગુમાવ્યો

નડિયાદના મંજીપુરા ગામે આવેલી જીવનદીપ સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ મકવાણા ચારેક વર્ષ પહેલા જ એસઆરપીમાંથી નિવૃત્ત થયાં હતાં. તેમના ત્રણ પુત્રોમાંથી બીજા નંબરનો પ્રતિક મકવાણા (ઉ.વ.26) અમદાવાદ ખાતે નર્સીંગનો કોર્ષ કરતો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તે અનિયમિત જતો હતો. બીજી તરફ 29મીની મોડી રાત્રે તેણે પોતાના રૂમમાં જઇ અગમ્ય કારણોસર ચાદરથી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ દૃશ્ય નિહાળી ચોંકી ગયેલા તેના પરિવારજનોએ તાત્કાલિક 108માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ તે પહેલા તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રતિકના આપઘાતનું કારણસર બહાર આવ્યું નથી. તે અમદાવાદમાં નર્સીંગનો કોર્ષ કરતો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી અનિયમિત જતો હતો. જેને કારણે ઠપકો પણ આપવામાં આવતો હતો. પરંતુ આપઘાત સંદર્ભે તેના પરિવારજનો ખાસ કશુ કારણ આપી શક્યા નહતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો