તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:વડતાલમાં શિક્ષાપત્રીની સોનાની પાલખીમાં પધરામણી કરાઇ, એનઆરઆઈ હરિભકતે 5 કરોડ દાનની જાહેરાત કરી

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડતાલ ખાતે195 મી શિક્ષાપત્રીની જન્મજયંતી નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વડતાલ સહીત રાજયભરમાંથી  મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તોએ ભાગ લીધો હતો. - Divya Bhaskar
વડતાલ ખાતે195 મી શિક્ષાપત્રીની જન્મજયંતી નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વડતાલ સહીત રાજયભરમાંથી મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તોએ ભાગ લીધો હતો.
  • 195 જન્મજયંતિએ હરિભક્તોએ શિક્ષાપત્રીનુ પૂજન કર્યુ

સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ખાતે મંગળવારે વસંતપંચમીના દિવસે શિક્ષાપત્રીની 195મી જન્મ જયંતિની ભાવસભર ઊજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સુંદરપગીના કુવા પરથી સોનાની પાલખીમાં શિક્ષાપત્રીજી પધરાવીને નગરયાત્રાના રૂપમાં મંદિર પરિસરમાં પધાર્યા હતા. સભામંડપમાં સંતો હરિભક્તોએ શિક્ષાપત્રી પુજન કર્યું હતું.

વડતાલ ખાતે શિક્ષાપત્રી જયંતિની ઉજવણીમાં 400 ઉપરાંત સત્સંગી ભાઇ-બહેનોએ શિક્ષાપત્રી વાંચન અને પુજનનો લાભ લીધો હતો. ગુરૂકુળના 40થી વધુ વિદ્યાર્થીઓ પણ પૂજનમાં જોડાયા હતા. મંદિરના ચોકને પથ્થરથી મઢાવવા માટે કરોલીના હરિકૃષ્ણભાઇ યજમાન બન્યા હતા. આ પ્રસંગે તેઓએ અક્ષરભૂવનના વિસ્તૃતિકરણ માટે રૂ.5 કરોડના દાનની જાહેરાત પણ કરી હતી. વડતાલ સંસ્થા તરફથી કોઠારી ડો.સંત સ્વામી, ચેરમેન દેવસ્વામી, શાસ્ત્રી હરિકપ્રકાશ સ્વામી, ગોવિંદ સ્વામી મેતપુરવાળા, શુકદેવ સ્વામી (નાર) સહિત લાલજી મહારાજના હસ્તે હસ્તલિખિત પ્રસાદીની શિક્ષાપત્રી હરિકૃષ્ણ પટેલને ભેટ અર્પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત સભા મંડપમાં શાસ્ત્રીસ્વામી નારાયણદાસજીએ શિક્ષાપત્રીનું વાંચન કર્યું હતું અને રસદર્શન કરાવ્યું હતું. લાલજી સૌરભપ્રસાદજી મહારાજે યજમાન હરિભક્તો પર પુષ્પપાંદડીઓનો અભિષેક કરી વધાવ્યા હતા. આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ઓનલાઇન આર્શિવચન પાઠવ્યા હતા.

બ્રહ્માનંદસ્વામી અને નિષ્કુળાનંદસ્વામીની 249મી જન્મ જયંતિની ઉજવણી કરાઇ
યોગાનુંયોગ સદગુરૂ બ્રહ્માનંદસ્વામીની 249મી જન્મજયંતિ તથા સદગુરૂ નિષ્કુળાનંદસ્વામીની 255 વર્ષની જન્મજયંતિ હોય બન્ને સદગુરૂ નંદસંતોની પ્રતિમાનું સંતોદ્વારા ભાવપુજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવના યજમાનો કેન્યા ખાતે રહેતા વસો કરોલીના હરિકૃષ્ણભાઇ ભાનુભાઈ પટેલ, પરેશકુમાર પરસોત્તમભાઇ પટેલ,રાજ પરેશભાઇ પટેલ વડતાલ હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો