તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Police May Now Take Action If Not Vaccinated, More Than Two Persons Fined For Not Presenting Vaccination Certificate In District Today

કાર્યવાહી:રસી ન લીધી હોય તો ચેતજો કારણે પોલીસ હવે કાર્યવાહી કરી શકે છે, જિલ્લામાં આજે રસીનું પ્રમાણપત્ર રજૂ નહી કરતાં વધુ બે વ્યક્તિઓ દંડાયા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેમદાવાદ અને મહુધા પોલીસે કલેકટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધ્યો, અત્યાર સુધી ત્રણ સામે કાર્યવાહી કરાઈ

સંભવિત કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલાં સરકાર રસી લેવા લોકોને અપીલ કરી રહી છે. ત્યારે હજુ પણ કેટલાક લોકો બેદરકાર બની જાહેરમાં ફરી કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે. આથી ખેડા જિલ્લા કલેક્ટર હવે રસી ન લેનાર સામે કાર્યવાહી કરવા આદેશ કરતાં મહેમદાવાદ અને મહુધા પોલીસે આજે બે વ્યક્તિઓની અટક કરી રસીનું પ્રમાણપત્ર રજૂ ન કરતાં બન્ને વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી દીધી છે. આ સાથે અત્યાર સુધી સમગ્ર જિલ્લામાંથી ત્રણ વ્યક્તિઓ સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ છે.

ખેડા જિલ્લામાં હવે રસી ન લીધી હોય તે લોકો ચેતી વહેલી તકે રસી મુકાવી દેજો નહી તો પોલીસ કાર્યવાહી કરી શકે છે. ગતરોજ મહુધામાં રસીનું પ્રમાણપત્ર રજૂ નહી કરતાં એક વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી છે જે બાદ આજે વધુ બે વ્યક્તિઓ દંડાયા છે. મહેમદાવાદ પોલીસે શહેરના કાંકરીયા તળાવ સામે આવેલ કે.જી.એન. ઓટો સર્વિસ નામની ગેરેજમાં કામ કરતાં સહીંદમીંયા બીસમીલ્લામીંયા મલેકની પુછપરછ આદરતાં તેણે કોવિડની રસી મુકાવી નહોતી અને નેગેટિવ અંગેના રીપોર્ટનું પણ પ્રમાણપત્ર રજૂ નહી કરી શકતાં તેના વિરુદ્ધ પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

મહુધા પોલીસે સતત બીજા દિવસે રસી ન લેનાર સામે લાલ આંખ કરી છે. મહુધા તાલુકાના ભુમસ તાબેના શક્તિનગર વિસ્તારમાંથી પોલીસે પાનના ગલ્લાના સંચાલક સામે કાર્યવાહી કરી છે. આ પાનના ગલ્લાના માલિક બુધાભાઈ ચંદુભાઈ વાઘેલાએ પોલીસ સમક્ષ કોરોનાનો નેગેટિવ રીપોર્ટ કે રસી અંગેનું પ્રમાણપત્ર રજૂ નહી કરી શકતાં મહુધા પોલીસે તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આમ જિલ્લામાં અત્યાર સુધી રસી ન લેનાર ત્રણ વ્યક્તિઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...