તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઈમ્પેક્ટ:નીતિન પટેલ બાબતે બફાટ કરનારા ડોક્ટરને નોટીસ, દિન સાતમાં ખુલાસો કરવા આદેશ

નડિયાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

નીતિન પટેલ સાથે અંગત સંબંધ હોવાની ટેલિફોનિક વાતચીતમાં રોફ જમાવનાર રઢુ પીએચસીના ડોક્ટરને આરોગ્ય વિભાગે નોટીસ ફટકારી છે. તેની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. જે ઓડિયો ક્લિપ આરોગ્ય વિભાગ પાસે પણ પહોચી હતી. સ્થિતિની ગંભીરતા જોતા આરોગ્ય અધિકારી પ્રકાશ સુથારે ડોક્ટર એમ.એચ.મકવાણા ને નોટીસ ફટકારી છે. જેમાં જણાવ્યું છેકે ‘જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનની મુલાકાત સમયે તમો પી.એચ.સી કેન્દ્ર પર હાજર ન હતા.

કિરીટદાન બારોટ સાથે જે પ્રકારે મોબાઇલ પર વાતો કરી તે પણ એક તબીબ કક્ષાના અધિકારી માટે યોગ્ય નથી. તબીબી અધિકારીની આચાર સંહિતા અને જવાબદારી ભર્યુ વર્તન વ્યવહારનું પાલન થવું અત્યંત જરૂરી છે. જેથી તેનો ખુલાસા દિન-7માં કરવા, નહીં તો શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...