તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડતાલ વિવાદ:યજ્ઞપુરૂષ સ્વામીને હાંકી કાઢવા નોટીસઃ ગદાધરાનંદના સબુત મળ્યા, મારા સબુત નહીં રહેવા દે..!

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હરિભક્ત સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો તેમાં તેઓએ પોતાની હત્યાનો ભય વ્યક્ત કર્યો

જુનાગઢના યજ્ઞપુરૂષ સ્વામીએ વડતાલ, જુનાગઢ અને ગઢડા મંદિરને કોર્ટ હવાલે કરવાના વિડીયો વાયરલ થયા બાદ તેમને મંદિરમાંથી હાંકી કાઢવા માટે નોટીસ ફટકારવામાં આવી હતી. તેઓએ હરિભક્તને ટેલિફોનિક વાતચીતમાં જણાવી હોવાનો ઓડિયો વાયરલ થયો હતો. જેના અંતમાં તેઓએ ગદાધરાનંદ સ્વામીની જેમ તેમની પણ હત્યા થઇ શકે તેવી ભીતિ સેવી હતી.

પૂર્વ કોઠારી ઘનશ્યામ પ્રકાશદાસના જ શિષ્ય એવા વેદાંતવલ્લભદાસ દ્વારા માસુમ બાળકો સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરાવાના આક્ષેપના વિડીયો બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના જ જુનાગઢના યજ્ઞપુરૂષ સ્વામીએ વિડીયો વાયરલ કર્યો છે. જેમાં તેઓએ વડતાલ સહિત ગઢડા અને જુનાગઢના મંદિરને ન્યાયપાલિકા હસ્તક કરી લે અને કરોડોનો રૂપિયાનો થતા વહીવટ પર નજર રાખે. જે રીતે સોમનાથ, અંબાજીમાં વહીવટ થઇ રહ્યો છે. આ વાતચીત દરમિયાન અંતમાં તેઓએ પોતાના બિસ્તરા પોટલા ભેગા કરી ક્યાંક જતા રહેવા જણાવ્યું હતું. હરિભક્તે તેમને લડી લેવા જણાવ્યું હતું. પરંતુ તેઓએ અંતમાં તેમ જણાવ્યું હતુંકે, ગદાધરાનંદ સ્વામીના સબુત મળ્યાં છે. મારા સબુત નહીં રહેવા દે. ગદાધરાનંદને રાજસ્થાન સળગાવ્યાં હતાં, મને નાગાલેન્ડ લઇ જઈ સળગાવી દેશે. આમ તેઓએ પણ આડકતરી રીતે પોતાના જીવને જોખમ હોવાનો ભય વ્યક્ત કર્યો હોવાનો ઓડિયો વાયરલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...