ચકાસણી:નડિયાદના મોલમાં વેચાતું મીઠું ગુણવત્તા યુક્ત ન હોવાથી નોટીસ, છ સેમ્પલમાંથી એક સેમ્પલનો નમુનો ફેઈલ ગયો

નડિયાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ નજીકના ડી-માર્ટમાં આશરે પાંચેક માસ અગાઉ ખેડા-નડિયાદ ફુડ એન્ડ ડ્રગ્સ અધિકારીઓએ તપાસ આદરી ડી-માર્ટના પ્રોડક્ટ આયોડાઇઝ સોલ્ટના 6 સેમ્પલ લીધાં હતા. જેને ભુજ લેબોરેટરીમાં એનાલિસીસ માટે મોકલાયા હતા. જે પૈકીના આયોડાઇઝ સોલ્ટનો એક નમૂનો સબ સ્ટાન્ડર્ડ-ફેઇલ થયો હતો.

જેના પગલે ફુડ એન્ડ ડ્રગ્સ ખાતાએ ડી-માર્ટને નોટિસ ફટકારી હતી. જ્યારે બે સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે અને ત્રણ નમૂના ગ્રાહ્ય રહ્યાં હતા.ખેડા-નડિયાદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના સેફ્ટી ઓફિસર એચ.કે.સોલંકીએ કહ્યું કે, 3 જાન્યુઆરી 2020ના રોજ ગાંધીનગર સ્થિત ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનરની સૂચના હેઠળ નડિયાદ નજીકના ડી-માર્ટમાંથી આયોડાઇઝડ સોલ્ટના 6 નમૂના લેવાયા હતા. જેનો રિપોર્ટ આવતાં આયોડાઇઝ સોલ્ટનો એક સેમ્પલ હલકી ગુણવત્તાનો જણાયો હતો. જેને લઈને સેમ્પલ ફેઇલ જાહેર થયું હતુ. તેથી ડી-માર્ટના સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...