તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિન નહી લેતાં વધુ ત્રણ દંડાયા:મહેમદાવાદમાંથી બે અને મહુધામાંથી એક વ્યક્તિ સામે પોલીસે કાર્યવાહી આદરી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસી અંગેનું પ્રમાણપત્ર રજૂ નહી કરતાં તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી

સરકારે એક બાજુ કોરોના રસીકરણ અભિયાનને તેજ કર્યુ છે. તો હજુ પણ લોકો બેદરકારી દાખવી રહ્યા છે. રસી નહીં મુકાવતાં પોલીસે પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. આજે મહેમદાવાદમાંથી બે અને મહુધામાંથી એક વ્યક્તિ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા જિલ્લામાં રસી પ્રત્યે બેદરકારી રાખતા કલેકટરના જાહેરનામાનું ઉલ્લંઘન થતાં પોલીસે કાર્યવાહી આદરી છે. જે સંદર્ભે ત્રણ વ્યક્તિઓ રસી અંગેનું પ્રમાણપત્ર રજૂ નહી કરતાં તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેમદાવાદના ફાટા તળાવ પાસે બેટરી સર્વીસની દુકાનમાં કામ કરતા મહેબુબમીંયા રહેમાનમીંયા મલેક તથા મહેમદાવાદના સરસવણીમાં ઈંડાની લારી ચલાવતો બચુભાઈ મીરાભાઈ રાઠોડ વેક્સિન અંગેનું પ્રમાણપત્ર પોલીસ સમક્ષ રજૂ નહી કરતાં મહેમદાવાદ પોલીસે બન્ને વિરુદ્ધ કાર્યવાહી આદરી છે. જ્યારે મહુધા પોલીસે રૂપપુરા ગામેથી કરીયાણાંની દુકાન ચલાવતા બાબુભાઈ મંગળભાઈ પરમાર સામે વેક્સિન નહી લેતાં આ બાબતે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જાહેરનામા ભંગની કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેય વ્યક્તિઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...