તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:નડિયાદ નગરપાલિકામાં પ્રથમ દિવસે એક પણ ફોર્મ ન ભરાયું

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નડિયાદ અને મહુધા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રથમ દિવસે 2 ફોર્મ ભરાયા

ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાંચ પાલિકા અને આઠ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. જેના ફોર્મ ભરવાના પ્રથમ દિવસે નડિયાદ પાલિકામાં એક પણ ફોર્મ ભરાયું નહતું. જોકે, નડિયાદ અને મહુધા પંચાયતમાં કોંગ્રેસ તરફથી એક ફોર્મ ભરાયું છે. નડિયાદ, કપડવંજ, કણજરી, કઠલાલ, ઠાસરા નગરપાલિકા તેમજ નડિયાદ, માતર, ખેડા, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, ગળતેશ્વર, વસો તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેમજ કઠલાલ તાલુકા પંચાયતની દાંપટ મતદાર મંડળની પેટા ચૂંટણીઓ યોજાનાર છે. જેના ફોર્મ સોમવારના રોજ ભરાવાની શરુઆત થયા છે.

ફોર્મ ભરવાના પ્રથમ દિવસે નડીઆદ તાલુકા પંચાયતની ચૂંટણી માટે 01 અને મહુધા તાલુકા પંચાયતની ચૂટણી માટે 01 એમ મળીને કુલ ૦2 ફોર્મ ભરાયા છે. આ બન્ને ઉમેદવાર કોંગ્રેસના હતાં. ખેડા જિલ્લાની પાલિકાની ચૂંટણીમાં નડીઆદ, કપડવંજ, કણજરી કઠલાલ, ઠાસરામાં પાંચ નગરપાલિકામાં એકપણ ફોર્મ પ્રથમ દિવસે ભરાયું નથી.

કપડવંજ પાલિકામાં પ્રથમ દિવસે જ 67 ફોર્મ ઉપાડ્યાં
​​​​​​​કપડવંજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તારીખ 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. આજરોજ જાહેરનામું પ્રસિદ્ધ થતાં ઉમેદવારી પત્રોની વહેંચણી ની શરૂઆત થઇ હતી. આ ઉમેદવારી પત્ર લેવા લોકોનો ભારે રસ હતો. દિવસ દરમિયાન કુલ 67 ફોર્મ ઉમેદવારો લઈ ગયાં હતાં. કપડવંજ નગરપાલિકાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને અપક્ષ વચ્ચે જંગ જામશે. કપડવંજ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન 2005થી છે.

​​​​​​​ખેડા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોપાલભાઈ શાહનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે કપડવંજ નગરપાલિકાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી કુલ 1 થી 7 વોર્ડમાંથી ફક્ત વોર્ડ નંબર બે સિવાય બધા વોર્ડમાં મેન્ડેટ પર ઉમેદવારો ઊભા રાખનાર છે. કુલ 24 બેઠકો પર ભાજપ ચૂંટણી લડશે. આ મળતી માહિતી પ્રમાણે નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ મેન્ડેટ પર નથી પણ અપક્ષો ને ટેકો કરશે. આમ ચૂંટણીમાં ભાજપ અને અપક્ષ વચ્ચે મુકાબલો રસપ્રદ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો