તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક પણ કેસ નહી, હવે ફક્ત 15 એક્ટિવ કેસ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે રસીકરણ અભિયાનમાં 8832 લોકોને રસી આપવામા આવી

ખેડા જિલ્લામાં કોરોનાના કહેરમાં સતત ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં એક પણ કેસ સામે આવ્યા નહી. આ સાથે કુલ એક્ટીવ કેસોની સંખ્યા 15 એ પહોંચી છે. અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસનો આંક 10405 એ પહોંચી ચૂક્યો છે.

આજે સમગ્ર જિલ્લામાં કુલ 916 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 151896 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં 140575 લોકોના નેગેટિવ અને 10405 લોકોના પોઝેટીવ નોંધાયા છે. ત્યારે 916 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે.

રસીની ખેંચ વચ્ચે આજે જિલ્લામાં 85 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં 8,832 લોકોને રસી અપાઈ છે. જે સાથે અત્યાર સુધી સમગ્ર જિલ્લામાંથી 7,48,626 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...