તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:નડિયાદમાં કોરોનાના 3 કેસ તાલુકામાં એકપણ કેસ નહિ, જિલ્લાનો કુલ આંક 3220 પર પહોંચ્યો

નડિયાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ખેડા જિલ્લામાં કોરોના દર્દીઓનો આંક હવે સિંગલ ડિજીટમાં આવી ગયો છે. આ ઉપરાંત સારવાર એક્ટિવ દર્દીઓનો આંક પણ હવે 10 થી નીચે જતો રહ્યો છે. ગુરૂવારે નડિયાદ શહેરના ત્રણ દર્દીઓને બાદ કરતાં અન્ય તાલુકાઓમાં કોરોનાના એકપણ દર્દી નોંધાયા ન હતા. હાલમાં જિલ્લામાં કોરોના દર્દીઓનો કુલ આંક 3220 પર પહોંચ્યો છે.

ગુરૂવારે નડિયાદ શહેરના પવનચક્કી રોડ ઉપર પુનિત કોલોનીમાં ખુશ્બુ ટાઉનશીપમાં રહેતા એક જ પરિવારના 40 વર્ષના યુવક અને 13 વર્ષના કિશોર તથા શંકરદાસના કૂવા પાસે એકનાથ સોસાયટીમાં રહેતા 59 વર્ષના આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં તમામની સારવાર હાથ ધરવામાં આવી છે. હાલમાં જિલ્લામાં કુલ 8 દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી 3 દર્દીઓ હોમઆઇસોલેશનમાં છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બે દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે,

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો