તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડા જિલ્લામાં સમાવિષ્ટ 5 પાલિકા તેમજ 8 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેમજ કઠલાલ તાલુકા પંચાયતની દાંપટ મતદાર મંડળની પેટા ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતાને લગતી અમલવારી કરવા માટે નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે.
ખેડા જિલ્લાની પાંચ પાલિકાની ચૂંટણી માટે આચારસંહિતાની અમલવારી માટે જિલ્લા કક્ષા ચીફ નોડલ ઓફિસર તરીકે નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સરદાર પટેલ ભવન, નડિયાદના આર.ટી.ઝાલાની નિમણૂંક કરવામાં આવી છે. નોડલ અધિકારી તરીકે નિશાબા જે.જાડેજા, નાયબ જિ.વિ.અ. (વિકાસ), નડીઆદ (ગ્રામ્ય) માટે સી. આર. પરમાર, ના.કા. ઇજનેર, સિંચાઇ વિભાગ નડીયાદ), માતર માટે નીરવ ચાવડા, ના.કા. ઇજનેર, માતર), ખેડા માટે વિવેકસિંહ જામ, ના.કા. ઇજનેર, ખેડા, મહેમદાવાદ માટે એન.બી.કોઠારી, ના.કા. ઇજનેર, પેટા વિભાગ સિંચાઈ, નડિયાદ, મહુધા માટે ડી.જી.બગરીયા, ના.કા. ઇજનેર, પેટા વિભાગ સિંચાઈ, મહુધા, ઠાસરા માટે બી.ટી.સાલ્વી ના.કા. ઇજનેર, મા.અનેમ. (રાજ્ય)ડાકોર, જ્યારે ગળતેશ્વર માટે બી.સી શર્મા, મદદ. ઇજનેર, સેવાલિયા અને વસો માટે જીગ્નેશ પી. મકવાણા, મત્સ્ય અધિકારીની નિમણૂંક કરી છે.
5 પાલિકા માટે કોની નિમણૂંક થઇ
નડીઆદ પાલિકા માટે આર.એમ શર્મા, કાર્યપાલક ઇજનેર, પંચાયત, કપડવંજ માટે જે.કે.કડિયા નાયબ કાર્યપાલક ઇજનેર, કપડવંજ, કણજરી ડી.આર.પટેલ, સહાયક શ્રમ અધિકારી (ઉદ્યોગ) નડિયાદ, કઠલાલ નગરપાલિકા તથા દાંપટ મતદાર મંડળની પેટા ચૂંટણીમાં કે.એ. ચૌહાણ, મદદનીશ ઇજનેર, કપડવંજ અને ઠાસરા માટે એસ.કે.નંદા, મદદનીશ ઇજનેર, ડાકોરની નિમણૂંક કરવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.