આપઘાત:વ્યાજખોરોના ત્રાસથી યુવકના આપઘાતના બનાવમાં હજી પણ પોલિસ ફરિયાદ નહીં

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તપાસનીશ પોલીસ કહે છે મૃતકના પરિવાર તરફથી ફરિયાદ નોંધાવવા કોઇ આવ્યું નથી

નડિયાદના મિશન રોડ પર રહેતા કલ્પેશે વ્યાજખોરોના ત્રાસથી મંગળવારે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા ન્યાયની માંગ સાથે તેણે સુસાઇડ નોટ લખી હતી. અને મિશન રોડ પર વ્યાજનો વ્યવસાય કરતા ચાર વ્યાજખોરોના નામ ખુલ્લા પાડ્યા હતા. કલ્પેશના આપઘાતની ઘટનાને ચોવીસ કલાક જેટલો સમય વીતી ગયો, પરંતુ ન્યાયના પથ પર પ્રથમ ચરણ એવી એફ.આઇ.આર હજુ નોંધાઈ નથી. સમગ્ર ઘટના અંગે પશ્ચિમ પી.આઇ. ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે મૃતકના પરિવાર તરફથી ફરિયાદ નોંધાવા કોઈ આવ્યું નથી. જેથી પોલીસ ફરિયાદીની રાહ જોઈ રહી છે.

મહત્વની વાત છેકે મિશન રોડ પર આવેલ એક લસ્સીની દુકાન પર બેસી આશીષ પરમાર, ડિગો ઉર્ફે સચિન મકવાણા, અપુ તલાટી અને જયદીપ ગોહેલ વ્યાજનો વ્યવસાય કરે છે. આ ચારેય ના ત્રાસથી જ તેણે આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે ક્યારે ફરિયાદ નોંધાય છે, અને ક્યારે પોલીસ આ વ્યાજખોરો ની ધરપકડ કરે છે તે જોવું રહ્યું,

ઘટનાની આગલી રાત્રે આશિષ અને કલ્પેશ વચ્ચે શું ઘટના બની તેની તપાસ જરૂરી
કલ્પેશ પાસે રૂપિયા માંગતા ચારેય વ્યાજખોરોએ કલ્પેશ ને માનસિક ત્રાસ આપતા હોય કલ્પેશના મામા એ વ્યાજખોરો સાથે મીટીંગ કરી દિવાળી પહેલા રૂપિયા ચૂકવી દઈશું તેવું વચન આપ્યું હતું. પરંતુ વ્યાજખોરોની ધીરજ ખૂટી ગઈ હતી. ઘટનાની આગલી રાત્રે આશિષ પરમાર કલ્પેશ ના ઘરે ગયો હતો. અને તે દરમિયાન બે વચ્ચે કંઈક એવું બન્યું જેના કારણે કલ્પેશે આત્મહત્યા કરી હોવાની ચર્ચા શહેરમાં ચાલી રહી છે. આ મામલે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે તો ચોંકાવનારી બાબતો બહાર આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...