દુર્ધટના:નડિયાદમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ‌ના ખાર કૂવાનો સ્લેબ તૂટતા અફડાતફડી, કોઈ જાનહાનિ નહી

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘટનામાં ત્રણ લોકો કૂવામાં પડતા તમામને બહાર કાઢી લેવાતા આબાદ બચાવ થયો

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડીયાદના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમા આજે ખાર કૂવાનો સ્લેબ તૂટી પડવાનો બનાવ સામે આવ્યો છે. જેના કારણે ભારે અફડાતફડી મચી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા તમામે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

નડિયાદ સ્થિત મરીડા ભાગોળ ખાતે આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં સોમવારના રોજ એક ખાળ (શૌચાલય)ના કૂવાનો સ્લેબ તૂટી પડવાની ઘટના સામે આવી હતી. જેના કારણે અહીયા ભારે અફડાતફડી મચી હતી. આ કૂવાના ઓટલા પર આશરે બે કે ત્રણ વ્યક્તિઓ ઊભા‌ હતા, તે અંદર પડતા તેઓને તુરંત બહાર કાઢી દેવાયા હતા. ફાયરબ્રિગેડ ત્યા પહોચે તે પહેલાં જ આ તમામને બહાર કાઢી લેવાયા હતા. આ તમામને કોઈ જાનહાનિ થઈ નહોતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ ખાર કૂવો વપરાશમા નહોતો અને ઊંડો પણ નહોવાને કારણે અંદર પડેલા લોકોનો આબાદ બચાવ થયો છે.

એક બાજુ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા આયોજિત અંડર ઇલેવન રમત સ્પોર્ટ્સ સંકુલ નડિયાદ ખાતે યોજાઈ રહી છે. તે દરમિયાન આ ઘટના બનતા અહીયા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...