તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં કોરોનાના 4 દર્દી સાથે આંક 3207

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ખેડા જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં કોરોનાનો કાંટો 4 પર અટક્યો છે. ગુરૂવાર બાદ શુક્રવારે પણ જિલ્લામાં કોરોનાના 4 દર્દીઓ નોંધાયા હતા. હાલમાં જિલ્લાનો કુલ આંક 3207 પર પહોંચી ગયો છે. હાલમાં જિલ્લામાં 17 દર્દીઓ સારવાર હેઠળ છે. શુક્રવારે નડિયાદ શહેરના કિશન સમોસાના ખાંચામાં આવેલા નિમીષા ટેનામેન્ટમાં રહેતા 43 વર્ષના મહિલા, શીતલ સિનેમા રોડ પર આવેલી વિમલ પાર્ક સોસાયટીમાં રહેતા 49 વર્ષના આધેડ, ડુમરાલ ગામે સ્વામિનારાયણ ફળિયામાં રહેતા 70 વર્ષના વૃધ્ધા અને ઠાસરાના રખિયાલમાં રહેતા 84 વર્ષના વૃધ્ધા કોરોનાની ઝપેટમાં આવતાં તમામની સારવાર શરૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત હાલમાં જિલ્લામાં કુલ 17 દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી 12 દર્દી હોમઆઇસોલેશનમાં છે. જ્યારે એક દર્દી બાયપેપ પર અને એક દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે. શુક્રવારે વધુ 122 સેમ્પલ લઇને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો