તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મોડીરાત્રે મહેમદાવાદમાંથી જુગાર રમતા આઠ શકુનીઓ પોલીસના હાથે ઝડપાયા

નડિયાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે કુલ રૂપિયા 24 હજાર 200ની રોકડ જપ્ત કરી

કોરોના મહામારી વચ્ચે પણ સમાજમાં જુગાર દારૂ જેવી બદીઓ મોટાપ્રમાણમાં ફુલીફાલી છે. મહેમદાવાદ પોલીસે શહેરના ગતરાત્રે બસ સ્ટેન્ડ પાસે છાપો મારી જુગાર રમતા આઠ શકુનીઓને પકડી લીધા છે. પોલીસે આ તમામ ઈસમો પાસેથી કુલ રૂપિયા 24 હજાર 200 રોકડ જપ્ત કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

મહેમદાવાદ પોલીસને ગત મોડી રાત્રે બાતમી મળી હતી કે, શહેરના બસ સ્ટેન્ડ પાસે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસ ખાનગી વાહનોમાં બેસી ઉપરોક્ત સ્થળે જઈ તપાસ આદરતાં જુગાર રમતા આઠ શખ્સોને કોડન કરી પકડી લીધા હતા.

જેમાં આરીફમીંયા ખોખર (રહે. મહેમદાવાદ), મુસ્તગીર મલેક (રહે. મહેમદાવાદ), મોઈનુદ્દીન સૈયદ (રહે. મહેમદાવાદ), હિતેશ ચુડાસમા (રહે. નડિયાદ), ઇજાજ શેખ (રહે. મહેમદાવાદ), ફીરોજ વ્હોરા (રહે. મહેમદાવાદ), સિદ્દીકી મન્સુરી (રહે. મહેમદાવાદ) અને અનિલ જાડેજા (રહે. મહેમદાવાદ)નો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ ઈસમો પાસેથી અંગજડતી અને દાવ પરના કુલ રોકડ રૂપિયા 24 હજાર 200 કબ્જે કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો