તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડા જિલ્લાની નડીઆદ નગરપાલિકા સહિત 2 પાલિકા અને 8 તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપની યાદી જાહેર થવાની વહેલી સવારથી કોના નામ જાહેર થશે તે અંગેની ચર્ચાઓ જોર પકડયું છે. પાલાર્મેન્ટરી બોર્ડમાં યાદીને આખરી ઓપ અપાઇ ગયો છે. માત્ર પ્રસિધ્ધ કરવાની બાકી છે.જેથી બપોર બાદ યાદી જાહેર કરાયા તેવી સંભાવનાને લઇને નડીઆદ શહેર અને જિલ્લાના ભાજપના કાર્યકરો અને ઇચ્છુંક ઉમેદવારોના ટેકેદાર સહિત સૌ કોઇ ડભાણ ચોકડી ખાતે આવેલા ભાજપ કાર્યલય ઉમટી પડયા હતાદિવસ દરમિયાન ચાર વાગ્યે,પાંચ વાગ્યે, 8 વાગ્યે યાદી જાહેર કરશે તેવી અફવાઓના પડીકા આવતાં હતા.
તો વળી કોઇ કહે ઓનલાઇન યાદી જાહેર થઇ ગઇ છે.તેવી વાતો આવતાં લોકો મોબાઇલ ઓનલાઇન યાદી ફંફોસા માટે મડી પડયા હતા. પરંતુ મોડીસાંજ સુધી યાદી જાહેર ન થતાં આખરે લોકો ઘરની વાટ પકડી હતી. નડીઆ નગરપાલિકા સહિત તાલુકા પંચાયતના જૂના જોગીઓ તેમજ પ્રથમ વખત ઉમેદવારી કરવા ઇચ્છુકો વહેલી સવારથી યાદીની ચાત્તક નજરે રાહ જોતા જોવા મળ્યા હતા. સૌ કોઇ પોતાનું નામ કે પોતાના વિસ્તારના આગેવાનું નામ જાહેર થાય છે કે નહીં તે જણવા ઉત્સુક જોવા મળ્યા હતા.
તો વળી ઉમેદવારી કરવા માટે થનગની રહેલા કાર્યકરો તો યાદીમાં નામ આવે તે માટે ઇષ્ટદેવને પ્રાર્થના કરતાં જોવા મળ્યા હતા. જયારે ભાજપની આ યાદી પર કોંગ્રેસની નજર હોય જેથી કોંગ્રેસીઓ પણ તેની રાહ જોઇને બેઠા હતા .જયારે કોણ પહેલી યાદી જાહેર કરે તેના પર સૌની નજર હતી પરંતુ એક પણ પક્ષે આ લખાઇ રહ્યું છે.ત્યાં સુધી યાદી જાહેર કરી ન હોવાથી શહેરમાં અવનવા ગપગોળા અને અફવાઓ જોર પકડયું હતું.કેટલાંક કાર્યકરોમાં તો એવું પણ ચર્ચાતું હતું કે કેટલાંક લોકોને ટેલીફોની જણ કરીને તેમનું નામ યાદીમાં છે.તેમ જણાવવામાં આવ્યું છે.જેને લઇને પણ અનેક તર્કવિર્તકો થઇ રહ્યાં હતા.
જિલ્લા ભાજપ અને શહેર પ્રમુખના ફોન આખો દિવસ રણકતા જોવા મળ્યા
ભાજપની સાંજ ચાર કલાકે પાલાર્મેન્ટરી બેઠક મળવા હતી.તેમાં યાદી જાહેર થવાની અફવા જોર પકડતાં જ લોકોએ કોના નામ યાદીમાં છે.તે જણવા માટે શહેર પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખને સતત મોબાઇલ ફોન પર ફોન કરતાં હોવાથી બંનેના ફોન મોડીરાત સુધી સતત રણકતા રહ્યાં હતા
સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતની યાદી જાહેર કરાઇ હોવાથી મધ્યગુજરાતનો વારો રાત્રે આવશે
ભાજપ મોવડી મંડળ દ્વારા સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતની નગરપાલિકાની યાદી,જિલ્લા અને તાલુકા પંચાયતની યાદી જાહેર કરાઇ હતી. તે પણ મોડી સાંજે જાહેર કરાઇ હતી. દક્ષિણ ગુજરાત પત્યાબાદ મધ્ય ગુજરાતની યાદીનું કામ હાથધરવામાં આવ્યું છે.જેથી મોડીરાત્રે જાહેર થાય તેવી સંભાવના છે.
કોંગ્રેસની યાદી ગુરૂવાર જાહેર કરાશે
ભાજપની યાદીની સાથે સાથે કોંગ્રેસની યાદી પણ જાહેર થાય તેવી સંભાવના હતી. પ્રદેશ કક્ષાએ બેઠક મળી હતી.પરંતુ તેઓએ દ્વારા ગુરૂવારના રોજ યાદી જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી છે.તેમ આણંદ શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પઢિયારે જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.