તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડક કાર્યવાહી:ખેડામાં નવનિયુક્ત ડીડીઓએ સપાટો બોલાવ્યો, ગ્રામ પંચાયતમાં માસ્ક વીના ફરજ બજાવતા કર્મી દંડાયા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરતાં અન્ય કર્મચારીઓમાં ફફડાટ

ખેડા જિલ્લા વિકાસ અધિકારી તરીકે નવા નિમાયેલા એમ.કે.દવેએ ચાર્જ સંભાળતાની સાથે જ સપાટો બોલાવ્યો છે. જીલ્લામાં આવેલા ગ્રામ પંચાયતમાં મોઢા પર માસ્ક પહેર્યા વિના ફરજ બજાવતા કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરતાં કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવાનો નિર્દેશ જારી કર્યો

ખેડા જિલ્લા વિકાસ અધિકારી તરીકે તાજેતરમાં સરકારે આઈ.એ.એસ, એમ.ડી.દવેએ ચાર્જ સંભાળ્યો હતો. દરમ્યાન નવ નિયુક્ત ડી.ડી.ઓ.નો ચાર્જ સંભાળ્યા પછી ફરીયાદ મળી હતી કે જીલ્લામાં આવેલા મોટા ભાગની ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા કર્મચારીઓ ફરજ દરમ્યાન માસ્ક પહેરવા સહીતની કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરે છે. કોવિડ-19 ગાઈડ લાઈનના પાલનના સખત આગ્રહી નવનિયુક્ત ડીડીઓ એમ.કે.દવે તુરત હરકતમાં આવી ગયા હતા. અને તેમણે હાથ નીચેના અધિકારીઓને ગામડામાં જઈ ગ્રામ પંચાયતમાં કોવિડ-19 ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી ફરજ બજાવતા કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવાનો નિર્દેશ જારી કર્યો હતો.

ગ્રામ પંચાયતના કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો

જેના અનુસંધાન તાલુકા કક્ષાના અધિકારીઓ, ગ્રામ પંચાયતોની વીઝીટ કરી ફરજ દરમ્યાન માસ્ક પહેર્યા વીના ફરજ બજાવતા કર્મીઓ સામે દંડાત્મક કાર્યવાહી આરંભી છે. જેને લઈ કોવિડ 19 ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરતા ગ્રામ પંચાયતના કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...