સરપંચ પરમેશ્વર:ખેડા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં નવા સુકાની અને નવી ટીમ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નડિયાદમાં બાસુદીવાલા સ્કુલમાં મતગણતરી સેન્ટર રાખ્યુ હોઈ ઉમેદવારોના ટેકેદારો મોટી સંખ્યામાં એકત્ર થતા મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો - Divya Bhaskar
નડિયાદમાં બાસુદીવાલા સ્કુલમાં મતગણતરી સેન્ટર રાખ્યુ હોઈ ઉમેદવારોના ટેકેદારો મોટી સંખ્યામાં એકત્ર થતા મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો

ખેડા જિલ્લામાં ગત રવિવારે 417 ગ્રામ પંચાયતોની ચૂંટણીના આજે પરિણામ જાહેર થયા હતા. જિલ્લામાં 250 થી વધુ પંચાયતના પરિણામ રાત્રે 8 સુધીમાં જાહેર થઇ શક્યા હતા. જ્યારે મત ગણતરીની પ્રક્રિયા સતત રાત સુધી ચાલી હતી. જિલ્લાની કુલ 432 ગ્રામ પંચાયતમાંથી 417 માં 19 તારીખે ચૂંટણી યોજાઇ હતી. આજે મત ગણતરીના દિવસે કેટલીક પંચાયતોમાં ખૂબ વિસ્મયકારી પરિણામો આવ્યા હતા. જેમાં મહેમદાવાદની બે ગ્રામ પંચાયત આમસરણ અને જીભઇપુરામાં બંને ઉમેદવારોને એક સરખા મત મળતા ટાઈ પડી હતી.

ગળતેશ્વરમાં વિજેતાનું વિજય સરઘસ નીકળ્યું હતું.
ગળતેશ્વરમાં વિજેતાનું વિજય સરઘસ નીકળ્યું હતું.

તો બીજી તરફ નાની મુંડેલ, શેરી, સીલોડ, મીઠાના મુવાડા, વસઇ, સામળપુર જેવી ગ્રામ પંચાયતોમાં સરપંચ 1 થી 10 વોટની પાતળી લીડથી જીત્યા હતા. સભ્ય પદ માટે પણ આવા અનેક કિસ્સા બન્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ ખેડા જિલ્લાની તમામ તાલુકા અંતર્ગત આવેલી મુદત વીતેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની મત ગણતરી આજે સવારે 8 વાગ્યાથી જે તે તાલુકા મથકે યોજાઇ હતી. પરિણામોને લઇ ઉમેદવારો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ હતો. આ વખતે બેલેટ પેપરના કારણે ગણતરીમાં ખૂબ સમય લાગ્યો હતો.

તંત્રની ભારે મહેનત છતાં આજે તમામ ગ્રામ પંચાયતના રિઝલ્ટ મોડી રાત સુધી જાહેર કરી શક્યા નહતા. બીજી તરફ મત ગણતરી કેન્દ્રો બહાર લોકોની ભીડ જામી હતી. ગામોમાં વિજેતા ઉમેદવારોના વિજય સરઘસ પણ નીકળ્યા હતા. ક્યાંક તંગદિલીના તણખાં ઝરતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી. ગળતેશ્વરના મીઠાના મુવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેના ઉમેદવાર સોનલબેન રાઠોડને 380 અને કોકિલાબેન પરમારને 379 મળતા સોનલબેન નો 1 મતે વિજય થયો હતો. જ્યારે મહુધા તાલુકાના શેરી ગામે દક્ષાબેન ચૌહાણનો હરીફ ઉમેદવાર વિમળાબેન ચૌહાણ સામે 2 મતે વિજય થયો હતો.

કઠલાલ તાલુકાની નાની મુંડેલ ગ્રામ પંચાયતમાં દિલીપસિંહ ડાભીનો 5 મતે, ઠાસરાના શામળપુરા ગ્રામ પંચાયતના જેન્તિભાઈ સોઢાનો 4 મતે, નડિયાદના સીલોડ ગ્રામ પંચાયતના કનુભાઈ ચૌહાણનો 6 મતે જ્યારે માતરના વસઈ ગામે જયંતીભાઈ રાઠોડ નો 7 મતે વિજય થયો હતો. સભ્ય પદ માટે પણ આવા અનેક બનાવ પ્રકાશમાં આવ્યા હતા. લ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાં કુલ 432 ગ્રામ પંચાયતમાંથી 415 સરપંચ પદ માટે 1465 ઉમેદવાર અને 1333 સભ્યપદ માટે કુલ 5311 ઉમેદવાર મેદાનમાં હતા.

સૌપ્રથમ વસો તાલુકાની મતગણતરી પૂર્ણ
જિલ્લાના 10 તાલુકા મથકો પર સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થઈ છે. 417 ગ્રામ પંચાયતોની મતગણતરી હોય બુધવાર સવાર સુધી મત ગણતરી ચાલશે.

નડિયાદ તાલુકાનું પરિણામ સૌ પ્રથમ 10 વાગ્યે આવી ગયું
ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ જિલ્લાના દરેક તાલુકા મથકો પર મતગણતરી થઇ હતી. નડિયાદ તાલુકાની 48 ગ્રામ પંચાયતો માટેની મતગણતરી માટે 8.45 વાગ્યે સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યા હતા. જે બાદ મતગણતરી ટેબલ પર મતપેટીઓ લાવવામાં આવી હતી. સવારે 9 વાગે મત ગણતરી શરૂ થતા જ પ્રથમ પરિણામ અરજણપુરા કોટનું સવારે 10 વાગ્યે આવી ગયું હતું. આમ મતગણતરી શરૂ થયા ના પ્રથમ એક કલાકમાં જ 1 ગામની મતગણતરી પૂર્ણ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...