ધમકી:ગળતેશ્વરમાં પાડોશીઓની નિવૃત શિક્ષકને મારી નાખવાની ધમકી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગળતેશ્વરના પીપળીયામાં નિવૃત શિક્ષક નાનાભાઈ ભોઈએ મકાનની ફરતે તેમણે કોટ બનાવ્યો છે. આ કોટની માપણી માટે તેમની બાજુમાં રહેતા મંગળભાઈ ભોઈએ પ્રાંત અધિકારીને અરજી કરી હતી. જેથી ગઈકાલે બપોરે સર્કલ ઓફીસર, સોનીપુર ગામના તલાટી કમ મંત્રી અને ક્લાર્ક જયેન્દ્રભાઈ અને સરપંચ અરવિંદભાઈ કોટની માપણી માટે નાનાભાઈના ઘરે પહોંચ્યા હતા. માપણી ચાલુ હતી.

તે દરમિયાન નાનાભાઈએ સરકારી કર્મીઓને જણાવ્યુ હતુ કે, કોટની જમીન મારામાં આ‌વે છે, જેના કાગળ મારી પાસે છે. આ સાંભળી બાજુમાં રહેતા મંગળભાઈ ભોઈ અને અંબાલાલ ભોઈ ઉશ્કેરાઈ જઈ ગમેતેમ ગાળો બોલવા લાગ્યા હતા. તેમજ મારવા માટે સામે થઈ ગયા હતા, આ વખતે સરકારી કર્મચારીઓ દ્વારા ઝઘડો શાંત કરી માપણીની કામગીરી પૂર્ણ કરી હતી. ઉપરોક્ત બંને ઈસમો નાનાભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...