વિવાદ:દવાપુરામાં ગાળો બોલવાની બાબતે પાડોશીઓ બાખડ્યા, બંને પક્ષે 6 વિરુદ્ઘ ફરીયાદ નોંધાઇ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ દવાપુરા ગામે સામ સામે રહેતા નસ્તઈનબાનુ મલેક તેના ભાઈ બહેન સાથે પોતાના ઘરે હતી. તે દરમિયાન તેના ભાઈ ફેજાન અને બહેન મુસ્કાન બંને મસ્તી કરતા કરતા ઝઘડતા હતા. આ દરમિયાન નસ્તઈનબાનુ પોતાના ભાઈને ઠપકો આપતી હતી ત્યારે સામે રહેતા તેમના ઘર પાસે આ‌વી ગમેતેમ ગાળો બોલવા લાગ્યા હતા. તેને ગાળો બોલવાની ના પાડતા એજાજ અને પિતા મહમદમીયા પણ ત્યાં આવી ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો થાળે પડ્યો હતો.

બાદમાં નસ્તઈનબાનુએ પોતાની માતા ઘરે આવતા તેમને આ ઝઘડા અંગે જાણ કરી હતી. જેથી માતા સરતાજબાનુ એજાજને ઠપકો આપવા ગયા હતા, ત્યાં એજાજ અને તેના પરીવારજનો દ્વારા મારામારી કરાઈ હતી. બીજી ફરીયાદ એજાજમીયાએ નોંધાવી છે, જેમાં નસ્તઈનબાનુ એજાજના નાના ભાઈ સલીમને ગમેતેમ ગાળો બોલતા હોવાથી તકરાર થઈ હતી. આ અંગે બંને પક્ષે સામસામે 6 વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.

અન્ય સમાચારો પણ છે...