વિવાદ:સણસોલીમાં નજીવી બાબતે પાડોશી બાખડ્યા

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદના સણસોલી ગામના દીનેશભાઇ બેચરભાઇ પરમાર (ઉવ.52)એ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના ઘર નજીક રહેતાં રાવજી પરમાર શૌચાલય માટે ખાળકૂવો ખોદતાં હોઇ ફરિયાદીએ ના પાડી હતી. જેથી ઉશ્કેરાઇ જઇ પાડોશી રાવજી તથા તેમના પત્ની સવિતાબેને ફરિયાદી સાથે ઝઘડો કરી લાકડી વડે માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...