મારામારી:નડિયાદના ડુમરાલમાં ઠપકો આપતા પડોશીએ ચાકુ વડે હુમલો કર્યો

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો

નડિયાદના ડુમરાલમાં પડોશીને ઠપકો આપતાં મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા પડોશીએ ઠપકો આપનાર ઈસમ ઉપર ચપ્પા વડે હુમલો કર્યો છે. સાથે સાથે તેના પરિવારના સભ્યોને પણ મારમારતા આ અંગે હુમલો કરનાર ઈસમ સહિત ચાર સામે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

ઘરમાંથી ચપ્પુ લઈ આવી હિતેશ પર હુમલો કર્યો

નડિયાદ તાલુકાના ડુમરાલ ગામે હરમાનપુરા વિસ્તારમાં રહેતા 44 વર્ષિય હિતેશ ઠક્કર સાથે પડોશમાં રહેતા અમીત પરમારે ઝઘડો કર્યો છે. ગતરોજ મોડી રાત્રે હિતેશે અમીતને ઠપકો આપતાં જણાવ્યું હતું કે તમારી માતાએ મારા 13 વર્ષિય પુત્રને મારી દિકરી વિશે ખોટી વાત કરો છો તેવુ કહી ઠપકો આપ્યો હતો. જે સમયે અમીત એકાએક ઉશ્કેરાઈ ગયો અને હિતેશને અપશબ્દો બોલવા લાગ્યો હતો. અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા અમીતે ઘરમાંથી ચપ્પુ લઈ આવી હિતેશ પર હુમલો કર્યો હતો. આથી હિતેશને ચપ્પાની ધાર જમણા હાથની કોણી અને કાંડા વચ્ચે વાગી જતાં તેઓ ઘવાયા હતા.

ઉપરાણું લઈ આવેલા શખ્સો સામે ફરિયાદ નોંધાવી

હુમલા બાદ બુમરાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. સાથે અમીતનું ઉપરાણું લઈ આવેલા વિપુલ પરમાર, ભાનુભાઈ પરમાર અને નવીન પરમારે ભેગા મળી હિતેશના પરિવારજનોને મારમાર્યા હતા. આ અંગે હિતેશે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ઉપરોક્ત હુમલો કરનાર અને ઉપરાણું લઈ આવેલા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 324, 323, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...