તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:હિન્દુ બહુમતી અંગેના Dy.CMના પ્રવચનને નૌતમ સ્વામીનું સમર્થન

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિતીન પટેલનું નિવેદન પરિસ્થિતિને અનુરૂપ

ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ભારત માતા મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે આપેલ હિન્દુ બહુમતી અંગેના નિવેદનને વડતાલથી નૌતમ સ્વામીએ સમર્થન આપ્યું છે.સત્સંગ મહાસભાના અધ્યક્ષ અને અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ અધ્યક્ષ નૌતમ સ્વામીએ પોણા ત્રણ મિનિટના એક વીડિયોમાં જણાવ્યું છેકે નાયબ મુખ્યમંત્રીનું નિવેદન હાલની હિન્દુસ્તાનની વાસ્તવિક પરિસ્થિતિને દર્શાવનારૂં છે.

તેઓના વિચારોને અખિલ ભારતીય સંત સમિતિ સમર્થન કરે છે, તેમ તેઓએ જણાવ્યું છે. આ વિચાર માત્ર નીતિનભાઈ પટેલનો નહીં, સમગ્ર ભારતના હિન્દુઓનો આ વિચાર છે. દેશમાં કાશ્મીર અને પાકિસ્તાન અને બાંગલાદેશની વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે હિન્દુ જ્યા સુરક્ષિત રહ્યો, ત્યાં લઘુમતી પણ સુરક્ષિત રહ્યા છે. જ્યા જ્યા લઘુમતી બહુમતીમાં આવ્યા ત્યાં હિન્દુ, હિન્દુ સનાતન સંસ્કૃતિ તેના મંદિરો, પરંપરા, સભ્યતા બધુ જ ત્યા નષ્ટ થયું છે.

અન્ય સમાચારો પણ છે...