સુવિધા:નડિયાદમાં રૂ.1.66 કરોડના ખર્ચે રાષ્ટ્રીય કક્ષાનો બેડમિન્ટન કોટ અને સ્કેટીંગી રીંગ બનાવાશે

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના જુદા જુદા વિસ્તારોમાં રૂ.2.66 કરોડના વિકાસના કામોની મુખ્ય દંડકે કરી સમીક્ષા

કોરોના કાળમાં લોકડાઉનના કારણે મોટા ભાગના સરકારી કામો પર અસર પડી છે. પરંતુ નડિયાદ શેહરમાં વિકાસની ગતી અડીખમ રહી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં હાલ કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામો ચાલી રહ્યા છે. જેની મુખ્ય દંડક પંકજ દેસાઇએ મુલાકાત લઇ પાલિકા સત્તાધીશો અને એન્જિનીયરને જરૂરી સુચનાઓ આપી હતી.નડિયાદના દાવલીયા પુરામાં રાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પુલ બન્યા બાદ હવે રાષ્ટ્રીય કક્ષા ની અન્ય રમતો માટે સ્થળ તૈયાર થઇ રહ્યા છે.

મુખ્ય દંડક પંકજ દેસાઇએ જણાવ્યું હતું કે રૂ. 1.66 કરોડના ખર્ચે અહીં બેડમિન્ટન કોટ તેમજ સ્કેટિંગ રીંગ બનસે. જેમાં સ્થાનિક રમતવિરો ને બેડમિન્ટન ની પ્રેક્ટીસ કરવા ઉપરાંત વિવિધ કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવસે. બેડમિન્ટન કોટની બાજુમાં રૂ.15 લાખના ખર્ચે ટેનિસ કોટ બનાવવામાં આવ્યો છે. જેની સાથે સાથે સ્કેટિંગ રીંગ પણ તૈયાર થઇ રહી છે. નગર પાલિકા દ્વારા તમામ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી છે. જે બાદ હવે આગામી એકાદ વર્ષમાં બેડમિન્ટન કોટ અને સ્કેટિંગ રીંગ તૈયાર થઇ જશે.

રૂ.85 લાખના ખર્ચે થનાર કામોની યાદી
શહેરના પવન ચક્કી રોડ પર આવેલ મેઘનાગર સામે તળાવ બ્યુટીફીકેસનની કામગીરી ચાલી રહી છે. રૂ.40 લાખના ખર્ચે થનાર બ્યુટીફિકેસન કામગીરી ઉપરાંત નગર પાલિકા ખાતે રૂ. 45 લાખના ખર્ચે બાળકો માટેનો સ્વિમિંગ પુલ તૈયાર થઇ રહ્યો છે. જે કામોની મુખ્ય દંડક દ્વારા સમીક્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...