તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:નડિયાદમાં વોચમેનના 51 લાખની મત્તા ચોરી જનાર 4 શખસોની અટક

નડિયાદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે આરોપીઓ પાસેથી 12.50 લાખ રિકવર કર્યા : રિમાન્ડની તજવીજ હાથ ધરાઇ

નડિયાદ શહેરના કમળા જી.આઇ.ડી.સી.માં આવેલી એક બંધ ફેક્ટરીમાં વોચમેન તરીકે નોકરી કરતાં અરવિંદભાઇ રમણભાઇ ઝાલાને રૂ.2.20 લાખની લેતી-દેતી મામલે તકરાર થયા બાદ તેમની સામે એટ્રોસીટીની ફરિયાદ થઇ હતી. જેને પગલે અરવિંદભાઇ અને તેમના પુત્રની અટક કરી, તેમને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

આ દરમિયાન ઘરમાં રહેલા રોકડા રૂ.50 લાખ અને રૂ.1.20 લાખના દાગીનાની ચોરી થવાની બીકે અરવિંદભાઇના પત્ની સોનલબેને 3 થેલામાં ભરીને રોકડ અને દાગીના ફેક્ટરીમાં ખાડો ખોદીને સંતાડી દીધા હતા. જે રોકડ અને દાગીના સંજય રઇજીભાઇ તળપદા, દેવેન્દ્ર ઉર્ફે દેવો રાજુભાઇ તળપદા, નરેન્દ્ર સંતુભાઇ તળપદા તથા દિનેશ ગોવિંદભાઇ તળપદા ચોરી ગયા હતા. આ મામલે સોનલબેન ઝાલાની ફરિયાદના આધારે નડિયાદ રૂરલ પોલીસે ચારેય શખ્સોની અટક કરી હતી.

પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ. 12.50 લાખ રિકવર કર્યા હતા અને બાકીનો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે. હાલમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવી, મામલાની વધુ તપાસ હાથ ધરાશે.

રોકડ-દાગીના કેવી રીતે સંતાડયા તે આઇ.ઓ.ને ખબર નથી
મામલાની તપાસ કરી રહેલા નડિયાદ રૂરલ પોલીસ મથકના પીઆઇ ડી.જે.સોસાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, 4 શખ્સોની અટક કરી તેમના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે. જોકે, આરોપીઓને આટલ મોટી રકમ ફેક્ટરીમાં ખાડો ખોદીને સંતાડી હોવાનું કેવી રીતે ખબર પડી ? તે બાબતે પૂછતાં તેઓએ તે મામલે પોતે અજાણ હોવાનું અને તપાસમાં જાણવા મળશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો