તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:નડિયાદ તાલુકા પંચાયતના બજેટ બેઠકમાં સ્વભંડોળનું રૂપિયા 236.19 લાખના પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વર્ષની 318.40 લાખની આવક સામે 82.21 લાખ ખર્ચ અંદાજવામાં આવ્યો

નડિયાદ તાલુકા પંચાયતની વર્ષ 2021-22ની બજેટ બેઠક આજે યોજાઈ હતી. જેમાં સ્વભંડોળનું રૂપિયા 236.19 લાખનું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું છે. આ બેઠકમાં વર્ષની આવક ખર્ચ અંદાજવામાં આવ્યો છે. પ્રમુખ, ઉપપ્રમુખ, ટીડીઓ સહિત તાલુકા પંચાયતના સદસ્યો આ બજેટ બેઠકમાં હાજર રહ્યા હતા.

નડિયાદ તાલુકા પંચાયતના આજ રોજ રજૂ થયેલા બજેટ બેઠક તરફ જોઈએ તો સ્થાનિક કર પેટે રૂપિયા 40 હજાર, અન્ય કર ફી પેટે 40 લાખ, વૈજ્ઞાનિક અનુધન માટે રૂપિયા 2.15 લાખ, જાહેર બાંધકામમાં 75 હજાર, પરચુરણ આવક પેટે 25 હજાર સહિત રૂપિયા 318.40 લાખની આવક અંદાજવામાં આવી છે.

આ સામે ખર્ચ તરફ જોઈએ તો માનદ વેતન પેટે 48 હજાર, ઘરભાડુ રૂપિયા 62 હજાર, ભથ્થા પેટે રૂપિયા 1.84 લાખ, વહીવટ ખર્ચ રૂપિયા 43.06 લાખ, શિક્ષણ ક્ષેત્રમાં રૂપિયા 5 લાખ, વિકાસ પરિવર્તન ક્ષેત્રમાં રૂપિયા 3.05 લાખ, આરોગ્ય કુટુંબ કલ્યાણ ક્ષેત્રે 21.2 લાખ, ખેતીવાડી પશુપાલન ક્ષેત્રમાં રૂપિયા 5 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રમાં 50 હજાર, નાની સિંચાઈ બાંધકામમાં રૂપિયા 12 લાખ તેમજ પ્રક્રિણ યોજનાઓ પેટે રૂપિયા 7.10 લાખ મળી કુલ રૂપિયા 82.21 લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

આ અંદાજપત્રમાં તાલુકા પંચાયતના દરેક સભ્યોને વર્ષ દરમિયાન મતક્ષેત્રના વિકાસ કાર્યો માટે અઢી લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. સાથે સાથે વર્ષ દરમિયાન તાલુકા પંચાયતને રાજ્ય સરકાર જીલ્લા પંચાયતને તબદીલ થયેલી પ્રવૃત્તિઓ માટે રૂપિયા 11327.70 લાખ ખર્ચ થશે તેમ બજેટમાં અંદાજવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો