તાજેતરમાં આણંદ જિલ્લાના ખંભાતમાં રામનવમીના દિવસે હિંસક કોમી તોફાનમાં રાણા સમાજના શખ્સનુ મૃત્યુ થયું હતું. આ મામલે કડક કાર્યવાહી કરવા નડિયાદ રાણા સમાજના લોકોએ માંગ કરી છે. આ સંદર્ભે અધિક કલેક્ટરને આજે સોમવારે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
આ આવેદનપત્રમાં જણાવાયું છે કે આણંદ જિલ્લાના ખંભાતમાં ગત 10મી એપ્રિલના રોજ હિન્દુઓના પવિત્ર રામનવમીના તહેવાર પર અલગ અલગ હિન્દુઓના સંગઠન દ્વારા પરંપરાગત નીકળેલી શોભાયાત્રા ઉપર વિધર્મી લોકોએ પથ્થરમારો કર્યો હતો. તેમજ તે શોભાયાત્રામાં રાણા જ્ઞાતિના વડીલ કનૈયાલાલ રતિલાલ રાણાનું પથ્થરમારામાં ભારે ઇજાના કારણે મોત થયું હતું.
આ સમગ્ર મામલે નડિયાદ રાણા પરીવાર આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે. તેમજ આ ઘટનાને અંજામ આપનાર તથા આ ઘટના માટે જવાબદાર એવા વિધર્મી અસામાજીક તત્વોને તાત્કાલિક પકડવામાં આવે તેમજ તેઓને સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માંગ કરી છે. મૃતક કનૈયાલાલ રાણાના પરિવારને ન્યાય મળે તે માટે કાર્યવાહી સરકાર તરફથી કરવામાં આવે અને તેમના કુટુંબને આર્થિક સહાય મળે તેવી માંગણી આવેદનપત્ર દ્વારા કરી છે. જે આવેદનપત્ર અધિક કલેક્ટરે સ્વિકાર્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.