નડિયાદમાંથી એક છેતરપિંડીનો આરોપીને બાતમીનાં આધારે ધરપકડ કરાઈ છે. જેમાં 2 વર્ષ પહેલાં અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનની હદમાં બનેલ ગુનામા સંડોવાયેલ આરોપીની અટક કરવામાં આવી છે. દાગીના ચમકાવવાના બહાને ઠગ આચરતો મહાઠગ પોલીસના હાથે પકડાયો છે પોલીસે આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદ ટાઉન પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે નડિયાદ વીકેવી રોડથી નાનાકુંભનાથ રોડ પર જતા એક શકમંદને અટકાવ્યો હતો. જેમાં તેની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ સુભાષ ઉમેશભાઈ કંસારા (મુળ રહે. બિહાર, હાલ રહે. નહેરુનગર, નડિયાદ) હોવાનું જણાવ્યું હતું. વધુ પુછપરછમાં આ સુભાષ કંસારા આજથી 2 વર્ષ પૂર્વે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલ ગુનાનો આરોપી હોવાનું જાણવા મળ્યું હતું.
આથી પોલીસે આ દિશામાં તપાસ આદરતા સુભાષ કંસારા અગાઉ દાગીના ચમકાવવાના બહાને ઠગ આચરતો હોવાનો કૂટેવ ધરાવે છે. સુભાષ કંસારાએ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનની હદમાં કોસમડી ગામમાં સોના ચાંદીના દાગીના ચમકાવી આપવા માટે લોકોને વિશ્વમાં લઇ દાગીના વાસણમાં મૂકી તેમાં હળદર જેવો પાવડર પાણીમાં નાખી મહિલાનુ ધ્યાન ભટકાવતો હતો. બાદમાં દાગીના લઈ છુ થઈને પોતાના મુળ વતને આ દાગીના વેચી દેતો હતો. આમ નડિયાદ ટાઉનની સર્વેલન્સ ટીમે આઈપીસી 406, 420, 114ના ગુનામાં ભાગેડુ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.