તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:નડિયાદની પાસપોર્ટ ઓફિસ દોઢ માસ બાદ પુન: કાર્યરત

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
નડિયાદમાં દોઢ માસ બાદ પાસપોર્ટ ઓફિસ પુન: ધમધમી છે. - Divya Bhaskar
નડિયાદમાં દોઢ માસ બાદ પાસપોર્ટ ઓફિસ પુન: ધમધમી છે.
  • 2 દિવસમાં 61 અરજી આવી, અગાઉ 70થી વધુ આવતી

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં એપ્રિલના અંતથી માંડી મે માસ દરમિયાન કોરોનાની બીજી લહેર ચિંતાજનક બની હતી. કોરોનાના કેસોમાં સતત ઉછાળો થતા સરકાર દ્વારા નાગરીકો સાથે જોડાયેલી સરકારી ઓફિસો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત છેલ્લા દોઢ માસથી નડિયાદની પાસપોર્ટ ઓફિસ પણ બંધ હતી.

હવે જૂન માસમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતા સરકારે ઓફિસો ખોલવાની છૂટ આપી છે. પરિણામે દોઢ માસથી બંધ કરાયેલી પાસપોર્ટ ઓફિસ ખોલી નાખવામાં આવી છે. 8 જૂનના રોજ પાસપોર્ટ ઓફિસ ખુલતા જ પાસપોર્ટ માટેની 39 અરજી આવી હતી. ત્યારે આજે 3 વાગ્યા સુધી 22 જેટલી અરજી આવી છે. આમ, 2 દિવસમાં 61 અરજીઓનો થપ્પો વાગી જતા પાસપોર્ટ ઓફિસનું તંત્ર ફરીથી કામે વળગ્યુ છે. પાસપોર્ટ ઓફિસના સૂત્રો મુજબ કોરોનાના કારણે હાલ 50 જ લોકોને એપોઈમેન્ટ આપવામાં આવે છે. અગાઉ સામાન્ય દિવસોમાં દિવસની 70થી વધુ એપોઈમેન્ટ અપાતી હતી. ત્યારે હવે લોકોમાં પણ કોરોનાનો થોડો ડર હોવાથી અરજી ઓછી આવી રહી છે. ખેડા અને આણંદમાંથી મોટાપાયે લોકો વિદેશમાં વસે છે.

આણંદમાં પણ બે દિવસ પહેલા પાસપોર્ટ કેન્દ્ર શરૂ કરાયું
નડિયાદની જેમ આણંદ શહેરમાં પોસ્ટ ઓફિસમાં આવેલ પાસપોર્ટ કેન્દ્રને બે દિવસ પહેલા કાર્યરત કરાયું છે. જેમાં 50થી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. આણંદ અને નડિયાદના પાસપોર્ટ કેન્દ્રો બંધ હતા ત્યારે અરજદારોને અમદાવાદ અને વડોદરા સુધી ધક્કો ખાવો પડતો હતો.

અન્ય સમાચારો પણ છે...