તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદ નગરપાલિકા સહિત રાજ્યભરની પાલિકા અને પંચાયતના ઉમેદવારો પસંદગી માટે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઇ છે. જોકે, નડિયાદ પાલિકામાં એક હથ્થુ શાસક ભોગવતા ભાજપના નવા નિયમમાં આ વખતે 13 જેટલા કાઉન્સીલરની ટીકીટ કપાય તેવી શક્યતા છે. જેમાં ત્રણ તો પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. આ ઉપરાંત ત્રણથી વધુ ટર્મવાળા પણ છે અને 60થી વધુ ઉંમરના કાઉન્સીલર છે. ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. સોમવારથી ઉમેદવારી ફોર્મ ભરવાના શરૂ થશે.
બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવા તૈયારીમાં લાગ્યાં છે. નડિયાદ પાલિકામાં ભારે બહુમતી ધરાવતા ભાજપમાં કોની ટીકીટ કપાશે ? તે એક સપ્તાહથી ચર્ચાનો વિષય બન્યો છે. હાલ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક રવિવારથી શરૂ થઈ છે. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અધ્યક્ષ સ્થાને રહેશે અને તેઓએ કેટલાક નિયમો જાહેર કર્યાં છે. આ નિયમ મુજબ ટીકીટ આપવામાં આવે તો નડિયાદ પાલિકાના 13 જેટલા કાઉન્સીલરની ટીકીટ કપાય તેવી શક્યતા જોવા મળી રહી છે.
હાલ તો જિલ્લાનું મોવડી મંડળ પેનલમાં નામ સાથે ગાંધીનગર પહોંચી ગયું છે. જ્યાં કળશ કોના પર ઢોળાશે ? તે ચર્ચાનો વિષય બન્યો છે. સૌથી મહત્વની બાબત છે કે, સિનિયર કાઉન્સીલર કપાય તો તેને સાચવવા શું કરવું ? તે પ્રશ્ન મુંજવી રહ્યો છે. એક વાત મુજબ તેમના કુટુંબીને ટીકીટ આપે તેવી શક્યતા છે. જ્યારે કેટલાકે તો અપક્ષ ઉમેદવારી માટે ચક્રોગતિમાન કર્યા છે.
ટિકીટ સાચવવા આંકાના શરણે
નડિયાદ નગરપાલિકામાં 14થી વધુ કાઉન્સીલરની ટીકીટ કપાય તેવી શક્યતા જોવા મળી રહી છે. આ લોકો ટીકીટ મેળવવા અંદરખાને જોર લગાવ્યું છે. ખાસ કરીને રાજકીય નેતાઓના ઘરે પહોંચી તેમની વગ વાપરી ટીકીટ મેળવવા ધમપછાડા કરી રહ્યાં છે.
કોની ટિકીટ કપાવવાની સંભાવના ?
પરીનભાઈ બ્રહ્મભટ્ટ (શહેર ભાજપ મહામંત્રી), મહેશભાઈ દેસાઇ (ત્રણ ટર્મ વિજેતા), કુમારભાઈ ટહેલ્યાણી (60 વર્ષથી વધુ ઉંમર), દીપલબહેન પટેલ (ત્રણ ટર્મ વિજેતા), કાનાભાઈ પરમાર (ત્રણ ટર્મ વિજેતા), ટીકેન્દ્રભાઈ બારોટ (ત્રણ ટર્મ વિજેતા), જીજ્ઞાશાબહેન પટેલ (ત્રણ ટર્મ), હિતેશભાઈ પટેલ (ત્રણ ટર્મ), અજય બ્રહ્મભટ્ટ (ત્રણ ટર્મ), જ્હાન્વીબહેન વ્યાસ (પ્રદેશ મંત્રી), તૃપ્તીબહેન પટેલ (ત્રણ ટર્મ), મનીષભાઈ દેસાઇ (ત્રણ ટર્મ), છાયાબહેન પટેલ (પૂર્વ પ્રમુખ).
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.