તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોલાર પ્લાન્ટનું ઇ-ખાતમુર્હૂત:નડિયાદ નગરપાલિકા સોલાર પ્લાન્ટ થકી વરસે 25 લાખની બચત કરશે

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • રાજ્યની 23 નગરપાલિકામાં આજે સોલાર પ્લાન્ટનું ઇ-ખાતમુર્હૂત કરાશે

નડિયાદ નગરપાલિકામાં વધી રહેલા આર્થીક બોજ વચ્ચે આશાનું કિરણ જાગ્યું છે. રાજ્ય સરકાર દ્વારા 23 પાલિકામાં સોલાર પ્લાન્ટ ફિટનું ખાતમુર્હૂત મંગળવારના રોજ છે. જેમાં નડિયાદનો પણ સમાવેશ થાય છે. આ સોલાર પ્લાન્ટ થકી મહિને બેથી ત્રણ લાખની વિજળી ઉત્પન્ન થશે. જે વીજ કંપનીની મજરે આપશે.

નડિયાદના વધી રહેલા વિકાસ સાથે ઠેર ઠરે સ્ટ્રીટ લાઇટ નાંખવામાં આવી રહી છે. જેને પગલે વીજબીલનું ભારણ વધી રહ્યું છે. હાલ પાલિકા વરસે અડધો કરોડ રૂપિયાનું વીજ બીલ ભોગવી રહ્યું છે. જોકે, આ વીજ બીલનું ભારણ ઘટે તેવો આશાવાદ ઊભો થયો છે. રાજ્ય સરકાર દ્વારા 23 નગરપાલિકામાં સોલાર પ્લાન્ટ ફિટ કરવામાં આવી રહ્યાં છે. જેમાં નડિયાદ નગરપાલિકાનો પણ સમાવેશ થાય છે. આ અંગે ચીફ ઓફિસર પ્રણવ પારેખે જણાવ્યું હતું કે, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પડતર રહેલી જગ્યામાં સોલાર પ્લાન્ટ બનાવવામાં આવશે. જેનું મંગળવારે ઇ-ખાતમુર્હૂત છે. આ સોલાર પ્લાન્ટ 1.05 કરોડના ખર્ચે બનશે. જેમાં 186 કિલોવોટ વિજળી ઉત્પન્ન થશે.

વીજબીલનું ભારણ ઘટતા વિકાસ કામોને વેગ મળશે
નડિયાદ નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ, બિલ્ડીંગની લાઇટ ઉપરાંત વોટર વર્ક્સ સહિત વિવિધ વિભાગો પાછળ વરસે રૂપિયા 50 લાખનું લાઇટ બીલ આવે છે. સોલાર પ્લાન્ટ થકી આ બીલ અડધું થઇ જશે. જેના કારણે રૂપિયા 25 લાખ જેવી બચત થશે. આ રકમમાંથી વિકાસ કામો પણ થઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો