મંત્રીનોઆદેશ:નડિયાદ નગર પાલિકા દ્વારા શહેરના 8 રોડ રીસર્ફેસ કરશે

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ શહેરમાં ચોમાસા દરમિયાન રોડ ધોવાઇ ગયા હતા જે રીસર્ફેશ કરવામાં આવનાર છે. - Divya Bhaskar
નડિયાદ શહેરમાં ચોમાસા દરમિયાન રોડ ધોવાઇ ગયા હતા જે રીસર્ફેશ કરવામાં આવનાર છે.
  • ચોમાસામાં રસ્તા ધોવાઇ જતાં સરકારે 75 લાખની ગ્રાન્ટ ફાળવી
  • ​​​​​​​રસ્તાઓનું સમારકામ કરવા માટે વા.વ્યવહાર મંત્રીનોઆદેશ

ચોમાસા દરમિયાન નડિયાદ શહેરના વિવિધ રોડનું ધોવાણ થઈ ગયુ હતુ. શહેરનો એક પણ રોડ એવો ન હતો, જ્યાં ધોવાણ ન થયુ હોય. તંત્રએ હવે સર્વે કરી કામગીરી પૂર્ણ કરી 8 રોડની પસંદગી કરી છે. જેની રીસર્ફેસીંગની કામગીરી કરાશે. રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલી 75 લાખની ગ્રાન્ટ અન્વયે આ તમામ રોડનું રીનોવેશન કરવામાં આવશે. આ માટે નગરપાલિકામાં ટેન્ડરીંગની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ઉપરાંત છેલ્લી સામાન્ય સભાના એજન્ડામાં લઈ કામોને મંજૂરી પણ આપી દેવાઈ છે. ચોમાસા દરમિયાન નડિયાદ શહેરના અનેક રસ્તાઓ પર ખાડા પડી જતા નાગરીકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.

મરીડા ભાગોળ
મરીડા ભાગોળ

શહેરમાં રસ્તાના રીપેરીંગ બાબતે અનેક રજૂઆતો પણ આવી રહી હતી. ત્યારે દિવાળી પૂર્વે જ રાજ્યના ટ્રાન્સપોર્ટ મંત્રી દ્વારા રસ્તાઓનું સમારકામ કરવા માટે આદેશ કરી દીધા હતા. ત્યારે દિવાળી પહેલા તો નહીં પરંતુ નગરપાલિકા દેવદિવાળી બાદ આ કામગીરી હાથ ધરતા નગરજનોએ રાહત અનુભવી છે. જો કે, હજુ પણ અનેક રોડ-રસ્તા બિસ્માર છે, જેની પર ધ્યાન ન અપાયુ હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.

જ્યાં પણ રોડ-રસ્તાની ફરિયાદ મળશે, ત્યાં કામગીરી કરીશુ
આ અંગે નડિયાદ નગરપાલિકાના પ્રમુખપતિ ચંદ્રકાન્ત વાઘેલા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, શહેરમાં રસ્તાઓના સમારકામની ફરીયાદો હતી. ખાસ કરીને મરીડાવાળો રોડ. કયા રોડનું સમારકામ કરવુ તે અંગે સર્વે કર્યા બાદ નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે ફાળવેલી ગ્રાન્ટમાંથી આ રસ્તાઓનું રીસર્ફેસીંગનું કામ થશે. અન્ય જે રસ્તાઓની ફરીયાદો મળશે, તેને પણ પ્રાધાન્ય આપી કામગીરી કરીશુ.

અન્ય સમાચારો પણ છે...