તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:નડિયાદ પાલિકા 50 લાખના ખર્ચે ટેબલ ટેનીસ હોલ અને જીમ બનાવશે

નડિયાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાના પ્લોટમાં અગાઉ કોમ્યુનીટી હોલ મંજુર થયો હતો જે સામાન્ય સભામાં ઠરાવ કરી રદ્દ કરવામાંઆવ્યો
 • યુવાનો તથા વરિષ્ઠ નાગરિકોને સુવિધા ઉપલબ્ધ થશે

નડિયાદ નગરપાલિકા દ્વારા પટેલ બેકરીવાળા રોડ ટેબલ ટેનીસ હોલ અને જીમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે 47.93 લાખ મંજુર કરવામાં આવ્યાં છે. જોકે, આ જગ્યા પર અગાઉ કોમ્યુનીટી હોલ બનવાનો હતો. પરંતુ તે રદ્દ કરવામાં આવ્યો છે. આ અંગેનો ઠરાવ સામાન્ય સભામાં કરવામાં આવ્યો છે.

યુવાનો તથા વરિષ્ઠ નાગરિકોને સુવિધા ઉપલબ્ધ થશે
નડિયાદ શહેરમાં કોરોના મહામારી વચ્ચે ઇન્ડોર ગેમનું ચલણ વધ્યું છે, પરંતુ મધ્યમ અને સામાન્ય વર્ગ માટે આ ઇન્ડોર ગેમ મોંઘું છે. પરંતુ નડિયાદ પાલિકા દ્વારા તાજેતરમાં શહેરમાં ઇન્ડોર ગેમ માટે હોલ અને જીમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે ઠરાવમાં જણાવ્યું હતું કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની 2017-18 અન્વયે મળેલી ગ્રાંટ પૈકી બચત રહેલી રૂ.89.11 લાખના આયોજન પૈકી અગાઉ પાલિકા વિસ્તારમાં ભાગ્યોદય સપ્લાયર્સ, પટેલ બેકરી રોડની બાજુમાં કોમ્પ્યુનીટી હોલ બનાવવા નક્કી કરવામાં આવ્યું હતું.

જેના માટે રૂ.47.93 લાખ મંજુર કરવામાં આવ્યાં હતાં. પરંતુ આ કોમ્યુનીટી હોલ બનાવવાની કામગીરી હાલ રદ્દ કરવામાં આવી છે અને તેની જગ્યાએ પાલિકાના પ્લોટમાં ટેબલ ટેનીસનો હોલ બનાવવા તેમજ જીમના સાધનો મુકવા માટેનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો