તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:નડિયાદ નગર પાલિકા ટેક્સ કૌભાંડ, કર્મીઓ બે છાવણીમાં

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કર્મીઓની પૂછપરછ હાથ ધરી

ખેડા જિલ્લાની અ વર્ગની એક માત્ર નગરપાલિકા એવી નડિયાદ નગરપાલિકાના ટેક્સ કૌભાંડમાં ત્રણ કર્મચારીઓએ છેલ્લા ત્રણ વર્ષમાં મિલકત ધારકોના બાકી રકમમાં ગોલમાલ કરી ચોપડે નિલ બતાવી મસમોટુ કૌભાંડ આચર્યું હતું. જેમાં 500 જેટલા મિલકત ધારકો પાસેથી રૂ.25 લાખની વસુલાત લીધી નહતી. આ બાબતે ઇન્ચાર્જ ટેક્સ સુપ્રિટેન્ડેન્ટ મયંક દેસાઇની ફરિયાદ આધારે નડિયાદ પોલીસે કાસમભાઈ મોલવી, અનીલભાઈ ઠાકોર, સુનિતાબહેન મિસ્ત્રી (રહે. તમામ નડિયાદ) સામે ગુનો નોંધ્યો છે. આ ગુનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

પ્રાથમિક તપાસમાં શુક્રવારના રોજ પોલીસની એક ટીમ પાલિકા પહોંચી હતી. રેકર્ડ મેળવવા ઉપરાંત અન્ય કર્મચારીના નિવેદન લેવાનું શરૂ કર્યું હતું. જોકે, હજુ સોફ્ટવેર એજન્સીએ ત્રણ વર્ષનો રેકર્ડ જોયો છે. જ્યારે જે કર્મચારી સામે ગુનો નોંધાયો છે, તેઓ 10થી 15 વર્ષથી એકજ સ્થળે ફરજ બજાવે રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...