તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેતવણી:નડિયાદ પાલિકાએ 1 વર્ષમાં 497 જર્જરીત મકાનોને ઉતારી લેવા નોટીસ ફટકારી

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકાનો જોખમી હોવાનું જાણવા છતાં માલિકો વૈકલ્પિક વ્યવસ્થા અપનાવતા નથી

શહેરમાં છેલ્લા 15 વર્ષથી પાલિકા ચોમાસા પહેલા ભયજનક મકાનોમાં રહેતા લોકોને નોટીસ આપી તેમના મકાનો ઉતારી લેવા અથવા તો રીપેરીંગ કરાવી લેવા તાકીદ કરે છે. આ વર્ષે કરાયેલા સર્વેમાં શહેરમાં આવા જર્જરીત મકાનોની સંખ્યા 497 જેટલી નોંધાઈ છે. ભયજનક મકાનોના કારણે જાનહાનિ ન થાય તે માટે પાલિકાએ માલિકોને નોટીસ આપી છે.

નડિયાદના કેટલાય મકાનો અને ઈમારતો જુનવાણી છે. અનેક વિસ્તારોમાં જુનવાણી બાંધાવાળા એકમો હાલ જર્જરીત થયેલા છે. આ ઉપરાંત પણ નવા કેટલાય એકમો પણ ક્યાંક બિસ્માર બન્યા છે. તેમાંય ગુજરાત હાઉસિંગ બોર્ડની ઈમારતો મોટા ભાગે જોખમી બનેલી છે. ચોમાસામાં મકાનો જોખમી હોવાનું જાણવા છતાં મકાન માલિકો વૈકલ્પિક વ્યવસ્થાને અબાવે મકાનમાલિકો તેમના મકાનો ખાલી કરવાને બદલે ભયજનક મકાનોમાં રહેવાનું પસંદ કરતા હોવાથી ચોમાસામાં મોટી હોનારત થવાનો ખતરો મંડરાતો રહે છે.

નગરપાલિકાએ સર્વે કરી ચોમાસા પહેલા સુધી 497 આવા એકમોને નોટીસો પાઠવી જર્જરીત બાંધકામ દૂર કરવા અથવા તાકીદે રીપેરીંગ માટે જણાવ્યુ છે. જેમાં વિશ્વનગર ગુજરાત હાઉસિંગ બોર્ડના અંદાજીત 140 મકાનો, સુભાષનગર ગુજરાત હાઉસિંગ બોર્ડના અંદાજીત 140 જ્યારે જનરલ નોટીસો જેમાં અરજી આવી હોય અથવા પાલિકાને ધ્યાને આવ્યુ હોય તેવા 64 મકાનો ઉપરાંત કાંસ પરની 60 દુકાનો જ્યારે સોનારૂપા કોમ્પલેક્ષ અને ફ્લેટમાં આશરે 93 એકમોને દૂર કરવા પાલિકાએ સૂચના આપી છે.

15 વર્ષથી નોટીસનો સિલસિલો ચાલી રહ્યો છે
નડિયાદ પાલિકા દ્વારા 15 વર્ષ ઉપરાંતથી નોટીસ ફટકારવાનો સિલસિલો ચાલી રહ્યો છએ. જો કે, કેટલાંય મકાનોમાં ભાડૂઆત અને માલિક વચ્ચેની તકરારના કારણે મકાન ઉતારવાના નિર્ણય અટવાતા હોય છએ. બીજીતરફ જૂના મકાનોની કિંમત ન મળવી અને સોસાયટી વિસ્તારમાં મોંઘા મકાનો હોવાને કારણે લોકોને ઘર બદલવાની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...