રખડતા ઢોર અને ગંદકીનો મુદ્દો વિકટ:રખડતા ઢોર અને ગંદકી મુદ્દે નડિયાદ નગર પાલિકા પાસે કોઈ કાયમી નિરાકરણ નથી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાવલિયા પંપીગ સ્ટેશન - Divya Bhaskar
સાવલિયા પંપીગ સ્ટેશન
  • પાંચેક દિવસ પહેલા જ સાંઈ શ્રદ્ઘા હોસ્પિટલ પાસે રખડતા ઢોરે એકનો ભોગ લીધો હતો

નડિયાદમાં રખડતા ઢોર અને ગંદકીનો મુદ્દો વિકટ બન્યો છે. પાલિકા દ્વારા આ સમસ્યાઓને લઈ કાયમી ઉકેલ કરાતો નથી. ત્યારે 8 સપ્ટેમ્બરના રોજ શહેરમાં આવેલી સાંઈ શ્રદ્ઘા હોસ્પિટલ પાસે એક યુવકને ગાયે અડફેટે લેતા તેનું મોત નીપજ્યુ હતુ.

છેલ્લા વર્ષમાં રખડતા ઢોરના કારણે અકસ્માતની અનેક ઘટનાઓ બની પણ બની છે. ત્યારે મીલ રોડ પર મોટી સંખ્યામાં ગાયોનો જમાવડો થઈ રહેતો હોવાના કારણે અડઘો રસ્તો રોકાઈ રહે છે. જ્યારે ગંદકી પણ ખદબદી રહી હોય તેના કારણે પણ રસ્તો રોકાઈ રહે છે. ત્યારે પાલિકા દ્વારા આ અંગે ચોક્કસ આયોજન કરી રખડતા ઢોર અને ગંદકીની સમસ્યાનું કાયમી નિવારણ લવાય તે જરૂરી બન્યુ છે.

અડધો રસ્તો ગાયો અને અડધો ગંદકી રોકે છે
વર્ષોથી ચાલતી આવતી સમસ્યા છે. અડધો રસ્તો ગાયો અને અડધો ગંદકી રોકી લે છે. સાંજે તો મોટા પ્રમાણમાં ગાયો રસ્તા રોકી લે છે. ખૂબ સાવચેતી પૂર્વક પસાર થવુ પડે છે. અગાઉ પશુઓના કારણે અકસ્માતો પણ થયા છે. આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતુ નથી. > વિનોદભાઈ પરમાર, સ્થાનિક, સેન્ટમેરીસ હીલ

25-30 વર્ષથી સમસ્યા છે
25-30 વર્ષથી અહીં રહીએ છે. રખડતા પશુઓ અને ગંદકીનો પ્રશ્ન રોજીંદો બની ગયો છે. કાઉન્સિલરને ફોન કરીએ એટલે તાત્કાલિન નિરાકરણ થાય છે. પરંતુ કાયમી નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરાય તે જરૂરી છે. ગયા વર્ષે ગાયના કારણે પાછળ રહેતા ટીકુબેનને અડફેટે લેતા મગજમાં હેમરેજ થઈ ગયુ હતુ. > કમળાબેન પટેલ, સ્થાનિક, સુભાષનગર

​​​​​​​કચરાપેટીમાં લોકો મરેલા કૂતરા નાખી જાય છે
ગંદકીની સમસ્યા વધી રહી છે. અમારા ઘરની સામે જ કચરો નાખવાનું કન્ટેઈનર મુકાયેલુ છે. આ કન્ટેઈનરમાં કચરો સમયે ન ભરાતા ગંદકી ચારે બાજુ ફેલાય છે. રાત્રિના સમયે લોકો મરેલા કુતરા પણ નાખી જાય છે. જેના કારણે અતિશય દુર્ગંધ મારે છે. > મનીષાબેન પટેલ, સ્થાનિક, સુભાષનગર

​​​​​​​સામાન્ય ઢોર કોઇને મારતું નથી
નગરપાલિકાની કામગીરી તો ચાલુ જ છે. પ્રશ્ન છે, પણ પાલિકા ગાયોને પકડીને પણ લઈ જાય છે. જાનવર છે, હડકાયુ થઈ જાય તો મારે. બાકી સામાન્ય ઢોર કોઈને મારતુ હોય એવુ બનતુ નથી. પાંચેક દિવસ પહેલાની ઘટનામાં હડકાઈ થયેલી ગાયે જ ગોથુ માર્યુ છે. > ઉર્મિલાબેન યાદવ, કાઉન્સિલર, ભાજપ

​​​​​​​આવો કોઈ પ્રશ્ન ધ્યાનમાં આવ્યો નથી
અત્યાર સુધી તો નાગરીકોનો આવો કોઈ પ્રશ્ન મળ્યો નથી. જેથી પાલિકામાં રજૂઆત પણ કરી નથી. ખરેખર તો આવી સમસ્યા પણ નથી. છતાં આવુ કંઈ ધ્યાને આવશે, તો નગરપાલિકામાં રજૂઆત કરીશુ. > ગુરુઓમ દેસાઈ, અપક્ષ કાઉન્સિલર

​​​​​​​1999થી રજૂઆત કરતો આવ્યો છું
1996માં હું કાઉન્સિલર હતો ત્યારથી આ સમસ્યા છે. 1999થી રજૂઆતો કરતો આવ્યો છુ. માત્ર પાલિકામાં નહીં, કલેક્ટર કક્ષાએ રજૂઆત કરીને સીટી સર્વે, PWD વિભાગની એક બેઠક યોજી માલધારી સમાજના પશુઓનો સર્વે કરી મોટા વાડા ફાળવી અપાય અને કાયમી સમસ્યાનું નિરાકરણ લાવી શકાય. > મહેશભાઈ મૂછડ, પૂર્વ કાઉન્સિલર

અન્ય સમાચારો પણ છે...