તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:નડિયાદ પાલિકાને લોકડાઉન નડ્યું ટેક્સની આવક માત્ર 50 ટકા જ થઇ, ગત વરસે થયેલી 74 ટકા આવક સામે ઘટાડો થયો

નડિયાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

નડિયાદ પાલિકાનું અર્થતંત્ર જેના પર ચાલે છે, તે ટેક્સની રકમમાં આ વરસે જબરદસ્ત ગાબડું પડે તેવી શક્યતા જોવા મળી રહી છે. ગત વરસે કુલ ટેકના 74 ટકાની રીકવરી થઇ હતી. પરંતુ આ વરસે બે મહિના બાકી છે ત્યારે આવક કેટલે સુધી પહોંચશે ? તે પ્રશ્નાર્થ છે.

નડિયાદ પાલિકામાં સત્તાધિશોની મુદત પૂર્ણ થયા બાદ ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. સમગ્ર મહિનો ચૂંટણી કામગીરીમાં પૂર્ણ થશે. ટેક્સ રીકવરીના કામમાં જબરદસ્ત ઘટાડો નોંધાય તેવી શક્યતા જણાય છે. ટેક્સ રીકવરીના હજુ બે મહિના બાકી છે. બીજી તરફ રીકવરી માત્ર 50 ટકા જ થઈ છે.

નડિયાદ નગર પાલિકાને ચાલુ વરસે કેટલી રીકવરી થઇ છે ?

વેરાનું નામપાછલી વસુલાતચાલુ વસુલાતકુલ
મિલકત વેરો1,00,11,0224,29,93,0485,30,04,070
શિક્ષણ ઉપકર11,44,78347,97,59159,42,374
ખાસ પાણી વેરો18,31,69273,64,99991,96,691
ગટર વેરો12,20,84757,79,99970,00,846
દિવાબત્તી વેરો7,99,80925,33,75733,33,566
ખાસ સફાઇ વેરો9,82,46930,17,31739,99,786

સામાન્ય સફાઇ વેરો

1,11,1723,50,8814,62,053
દંડનીય વ્યાજ28,36,6222,18028,38,802
કુલ વેરો1,89,38,4166,68,40,9818,57,79,397
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો